કેનેડામાં ભણવા ગયેલા 2,000 વિધાર્થીઓની હાલત થઇ કફોડી…સેંકડો ભારતીય વિધાર્થીઓ સંકટમાં, પાછું આવવું પડશે ?

આપણા દેશની અંદર ઘણા બધા એવા યુવાનો છે જે પોતાના ઉચ્ચ અભ્યાસ માટે વિદેશમાં જવાનું પંસદ કરતા હોય છે. મોટાભાગના વિધાર્થીઓની પસંદ અમેરિકા, લંડન કે પછી કેનેડા હોય છે. ત્યારે હાલ કેનેડામાં ભણતા વિધાર્થીઓ માટે એક ખરાબ ખબર સામે આવી રહી છે. કેનેડામાં ત્રણ કોલેજો બંધ થવાના કારણે 2000 જેટલા ભારતીય વિધાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કેનેડાના માન્ટ્રિયલ શહેરમાં ત્રણ કોલેજ બંધ થવાના કારણે ભારતીય વિદ્યાર્થીઓ ઉપર ભારે સંકટ મંડરાઈ રહ્યું છે. કોલેજ પ્રબંધકોની આ કાર્યવાહીને લઈને કેન્દ્રમાં રહેવા વાળા વિધાર્થીઓએ ગુરુદ્વારા સાહિબ ગુરુ નાનક દરબાર, લાસાલે અને માન્ટ્રિયલમાં જોરદાર પ્રદર્શન કર્યું.

જે કોલેજો બંધ કરવામાં આવી છે તે કોલેજોમાં મોટાભાગે પંજાબ, હરિયાણા અને ગુજરાતના વીધરહતીઓ છે. આ ત્રણેય કોલેજોનું સંચાલન એક ખરાબ ઇતિહાસ વાળા પરિવાર દ્વારા કરવામાં આવી રહ્યું હતું. આ કોલેજો ક્વિબેક કોલેજ ઓફ એકાઉન્ટિંગ એન્ડ સેક્રેટરીયલ, કોલેજ ડી આઈ’એસ્ટ્રી અને એમ કોલેજ છે. આ બધી મૈસ્ટૈનટુઓન પરિવારની કોલેજો છે.

કેનેડાની અંદર વિધાર્થીઓ લાખો રૂપિયાનો ખર્ચ કરીને ભણવા માટે ગયા હતા ત્યારે આ ત્રણ કોલજો બંધ થવાના કારણે સ્થિતિ પણ ચિંતાજનક બની છે. તો બીજી તરફ આ કોલેજોનું કહેવું છે કે કોરોનાના કારણે તેમની આવકમાં ધરખમ ઘટાડો થયો છે જેના કારણે તમેને આવા પગલાં લેવાની ફરજ પડી છે.

કોલેજ પ્રસાશન તરફથી હજુ કોઈ વિશ્વસનીય જાણકારી આપવામાં નથી આવી રહી. હાલમાં વિધાર્થીઓ ઘરે બેઠા છે અને તેમનું સ્ટડી પરમીટ પણ ખતમ થવા આવ્યું છે. ત્રીસ ટકા જેટલા વિધાર્થીઓએ હાલમાં જ પોતાના પહેલા સેમેસ્ટરનો અભ્યાસ શરૂ કર્યો હતો જયારે 70 ટકા જેટલા વિધાર્થીઓ પોતાનો અભ્યાસ પૂર્ણ કરવાના હતા. જો આ ત્રણ કોલજે દ્વારા અભ્યાસ બંધ કરવામાં આવશે તો વિધાર્થીઓનું ભવિષ્ય પણ જોખમાઈ શકે છે.

કેનેડાની આ ત્રણ કોલેજો બંધ થવાના કારણે ઘણા ગુજરાતી વિધાર્થીઓને પણ રાત પાણીએ રડવાનો વારો આવ્યો છે. ઘણા વિધાર્થીઓ એવા છે જે લાખો રૂપિયા ખર્ચીને વિદેશ ભણવા માટે ગયા હતા, પરંતુ હવે આ કોલેજને તાળા વાગી જવાના કારણે તેમનું ભવિષ્ય પણ જોખમાયું છે.

Niraj Patel