ખબર

કેનેડા જતા પહેલા ચેતી જજો: 5 ભારતીય વિદ્યાર્થીઓનું થયું દર્દનાક મૃત્યુ – સમગ્ર ઘટના જાણીને હૈયું ધ્રુજી જશે

કેનેડામાં એક માર્ગ અકસ્માતમાં 5 ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા છે. આ અકસ્માત શનિવારે ઓન્ટારિયો હાઇવે પર થયો હતો. પાંચેય વિદ્યાર્થીઓ કારમાં જઈ રહ્યા હતા, રસ્તામાં કાર એક ટ્રેક્ટર ટ્રેલર સાથે અથડાઈ, ત્યારબાદ ત્રણેયના મોત થયા. કેનેડામાં ભારતીય હાઈ કમિશનર અજય બિસારિયાએ સોમવારે આ ઘટનાની જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે આ દુઃખદ અકસ્માત શનિવારે થયો હતો.

ભારતીય હાઈ કમિશનરે ટ્વીટર પર અકસ્માતમાં માર્યા ગયેલા વિદ્યાર્થીઓના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને કહ્યું કે ટોરોન્ટોમાં ભારતીય દૂતાવાસ પીડિતોના મિત્રોને શક્ય તમામ મદદ પૂરી પાડી રહી છે. ક્વિન્ટે વેસ્ટ ઓન્ટારિયો પ્રાંતીય પોલીસ (OPP) અનુસાર, અકસ્માતમાં માર્યા ગયેલા વિદ્યાર્થીઓની ઓળખ હરપ્રીત સિંહ, જસપિન્દર સિંહ, કરણપાલ સિંહ, મોહિત ચૌહાણ અને પવન કુમાર તરીકે કરવામાં આવી છે.

હાલ પાંચેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. ત્યાંથી રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે અકસ્માતની તપાસ કરવામાં આવી રહી છે. આ દુર્ઘટના પછી, કેનેડામાં ભારતીય હાઈ કમિશનરે ટ્વીટ કર્યું કે, “કેનેડામાં હૃદયદ્રાવક દુર્ઘટના: ટોરોન્ટો નજીક શનિવારે કાર અકસ્માતમાં 5 ભારતીય વિદ્યાર્થીઓના મોત નીપજ્યાં. અન્ય બે લોકો હોસ્પિટલમાં ઘાયલ છે. પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના.. તેમના પરિવારો પણ જાણ કરવામાં આવી છે. ટીમ પીડિતોના મિત્રો સાથે મદદ માટે સંપર્કમાં છે.”