બાઇક ચાલકે તોડ્યો નિયમ તો, ઊંટે ભણાવ્યો પાઠ, જુઓ વીડિયો

ઊંટે મારી બાઇક ચાલકને લાત, લોકોએ કહ્યુ-ટ્રાફિક નિયમોનું પાલન કરો, જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં અવાર-નવાર ઘણા વીડિયો વાયરલ થતા હોય છે. આ વચ્ચે ટ્વીટરમાં એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે, ઊંટ એક બાઇક ચાલકને લાત મારે છે. લોકો આ વીડિયોને ઘણો પસંદ કરી રહ્યા છે.

આ વીડિયોના વાયરલ થતાની સાથે લોકો ટ્રાફિક નિયમોને લઇને વાતો કરી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે, કેવી રીતે લોકો જલ્દી જલ્દીમાં ટ્રાફિકના નિયમો તોડે છે. ઘણીવાર લોકો રેડ લાઇટ સિગ્નલ તોડે છે તો, કયારેક ખોટી લેનથી ગાડી નીકાળે છે. આવા સમયે અકસ્માત થવાની પણ શકયતાઓ રહેલી છે.

જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેમાં આપ જોઇ શકો છે કે, કેવી રીતે ઊંટના ટોળામાંનો એક ઊંટ તેની બાજુમાંથી ક્રોસ કરીને આગળ નીકળી રહેલા બાઇક ચાલકને લાત મારે છે.

જો કે, બાઇક ચાલકને આ દરમિયાન વાગ્યુ હોતુ નથી પરંતુ તેનું બેલેન્સ બગડી જાય છે અને તે ત્યાં જ ઉભો રહી જાય છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો હાસ્યનું કારણ બન્યો  છે. આ વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

આ વીડિયોને સુશાંત નંદા નામના ઓફિસરે ટ્વીટર પર શેર કર્યો છે. તેમણે આ વીડિયોને શેર કરીને કેપ્શન લખ્યુ છે કે, “લેન ડ્રાઇવિંગનું સમ્માન કરો”

જુઓ વીડિયો

Shah Jina