શું તમે પણ ખાવ છો બંધ પત્તા ગોબી? તો આ જરૂર વાંચી લેજો, થઇ શકે છે સીધી જ તમારા દિમાગ ઉપર અસર

કોબી ભાવે છે? આજ પછી ખાતા પહેલા આ વાત જરૂર જાણી લેજો…નહિ તો

આપણા દેશમાં ગોબીનો ખુબ જ ઉપયોગ કરવામાં આવે છે, સલાડમાં, શાક બનાવવામાં, ચાઈનીઝ આઈટમમાં અને બીજી પણ કેટલીક રીતે. ગોબીની અંદર ઘણા બાદ ઓકસીટન્ટ્સ હોય છે, જે બીમારીઓથી બચાવે છે અને રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે. પરંતુ ઘણીવાર આ પત્તા ગોબી જીવ પણ લઇ શકે છે.

પત્તા ગોબીની અંદર મળી આવનારો એક કીડો દિમાગને એવું નુકશાન પહોચાવે છે, જેનાથી બહાર નીકળવું ખુબ જ મુશ્કેલ બને છે. જેના કારણે ઘણા લોકો ગોબી ખાવાથી પણ બચી રહ્યા છે. પત્તા ગોબીની અંદર મળવા વાળો આ ટેપ વર્મ ક્યાંથી આવે છે, શા કારણે તે ખતરનાક છે અને તેનાથી કેવી રીતે બચી શકાય છે ? આ જાણવું પણ ખુબ જ જરૂરી છે.

સામાન્ય રીતે પત્તા ગોબીની અંદર ટેપ વર્મ મળવું અને તેનાથી લોકોના દિમાગ ઉપર ખતરનાક અસર થવાના મામલા દુનિયાના ઘણા ભાગોમાંથી સામે આવ્યા છે, પરંતુ ભારતમાં આવા મામલાઓ સૌથી વધારે સામે આવ્યા છે. આ ટેપ વર્મ સંક્ર્મણ કીડાના કારણે ફેલાય છે જે જાનવરોના મળમાં મળી આવે છે. પાણીની સાથે તે જમીનમાં પહોંચી જાય છે અને કાચા શાકભાજી દ્વારા તે આપણા શરીરમાં આવે છે. કાચા પત્તા ગોબીમાં પણ ટેપ વર્મ હોય છે. જે ઘણીવાર ધોવા છતાં પણ નથી નીકળતો.

ટેપ વર્મ આંતરડા અને દિમાગ ઉપર હુમલો કરે છે. સામાન્ય રીતે આંતરડા એક બે ટેપ વર્મનો હુમલો સહન કરી શકે છે, પરંતુ દિમાગ ઉપર આવો હુમલો ખતરનાક સાબિત થાય છે. આ કીડો આપણા આંતરડા અને દિમાગમાં પહોંચ્યા બાદ ત્યાં ઈંડા પણ આપે છે. જે આખા શરીરમાં ફેલાઈને સંક્ર્મણ ફેલાવે છે. શરીરમાં તેની હાજરીની શરૂઆતમાં ખબર નથી પડતી પરંતુ પછીથી એક એક લક્ષણ જોવા મળે છે. જેવા કે માથામાં સખત દુઃખાવો, કમજોરી,,થાક  ડાયરિયા, ભૂખ ઉપર અસર (ઓછી અથવા વધારે લાગવી), શરીરમાં પોષક તત્વોની અચાનક કમી આવવી તેના મુખ્ય લક્ષણો છે.

ટેપ વર્મ શરીરમાં કેટલો ખતરનાક હોય છે તેનો અંદાજો તેના ઉપરથી જ લગાવી શકાય છે કે તેની લંબાઈ 3.5 મીટર સુધી હોઈ શકે છે. જો કે વયસ્ક ટેપ વર્મ તો 25 મીટર સુધી લાંબો હોઉં શકે છે અને 30 વર્ષ સુધી જીવતો રહી શકે છે. દિમાગ ઉપર તેનો હુમલો થવો ખુબ જ ખતરનાક હોય છે અને તેનાથી દર્દીનો જીવ પણ જઈ શકે છે. સારવાર માટે દર્દીને દવાની સાથે સાથે સર્જરીની પણ જરૂર પડે છે.

આ કીડાથી બચવા માટે પત્તા ગોબી સાથે બીજા પણ કાચા શાકભાજીને પણ બરાબર ધોઈ લેવા. સફાઈથી જ રહેવું અને સ્વચ્છ જગ્યામાં બનેલી વસ્તુઓ જ ખાવી. કાચું કે અડધું પાકેલું માંસ ખાવાથી પણ ટેપ વર્મનું સંક્ર્મણ થવાની શક્યતા સૌથી વધારે રહે છે.

Niraj Patel