દિલ્હીથી મુંબઈ આવતી ફ્લાઈટમાં બિઝનેસમેને અભિનેત્રીની છેડતી કરતા ખળભળાટ

બિઝનેસમેને ફ્લાઈટમાં અભિનેત્રીને પાછળથી પકડી લીધી

ફ્લાઈટમાં એક અભિનેત્રીની છેડતી કરવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે મુંબઈ પોલીસે કહ્યું છે કે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીને અડીને આવેલા ગાઝિયાબાદના એક વેપારીની નવી દિલ્હીથી મુંબઈ આવતી ફ્લાઈટમાં એક અભિનેત્રી સાથે છેડતી કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે.અને તેને કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.

પ્રતિકાત્મક તસવીર

મહિલાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ફ્લાઇટ ઉતર્યા બાદ, જલદી તે પોતાની બેગ બહાર કાઢવા માટે ઓવરહેડ સ્ટોરેજ ખોલવા માટે ઉભી થઈ ત્યારે તેને લાગ્યું કે કોઈએ તેને પાછળથી પકડી લીધી છે. ત્યાર બાદ મહિલાએ તરત જ ગુસ્સામાં તેનો વિરોધ કર્યો અને ત્યાં હાજર કેબિન ક્રૂને ફરિયાદ કરી.

પ્રતિકાત્મક તસવીર

આ અંગે પોલીસે કહ્યું, જ્યારે ફરિયાદીએ સ્થળ પર ગુસ્સાથી પ્રતિક્રિયા આપી, ત્યારે આરોપીએ માફી માંગીને કહ્યું કે તેણે ભૂલથી તેણીને અન્ય પુરુષ સહ-યાત્રી સમજી બેઠો હતો.

પ્રતિકાત્મક તસવીર

આ પછી, ફ્લાઇટ ક્રૂએ સહાર એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ મોકલી, જ્યાં હવે કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે, આરોપીને પકડીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેને પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. આરોપી ગાઝિયાબાદનો રહેવાસી છે.

ક્રૂ મેમ્બરનું ધ્યાન ભટકાવવા માટે આરોપીએ તેનુ ખોટુ નામ આપ્યું, તેણે પોતાનું નામ રાજીવ આપ્યું પરંતુ તેનું અસલી નામ નીતિન છે. પોલીસે તેની કડક પૂછપરછ કરતા તેની પોલ ખુલ્લી ગઈ હતી. અભિનેત્રીને આરોપીની તસવીર બતાવીને ઓળખ કરવામાં આવી હતી. આ પછી આરોપી નીતિનની ધરપકડ કરવામાં આવી હતી અને ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

YC