પાડાની લડાઈ જોવા માટે ભેગા થયા લોકો, સ્ટેન્ડમાં બેસીને લડાઈનો આનંદ માણી રહ્યા હતા ત્યારે જ કકડભૂસ થઈને સ્ટેન્ડ ઘસી પડ્યું, 5ના મોત, 500થી વધુ ઘાયલ

સોશિયલ મીડિયામાં ઘણા અકસ્માતની ઘટનાઓના વીડિયો કેદ થતા હોય છે અને તે વાયરલ પણ થઇ જતા હોય છે. આવા અકસ્માત જોઈને કોઈના પણ કાળજા કંપી ઉઠે. કહેવાય છે કે દુર્ઘટના ક્યારે અને ક્યાં બની જાય તે કોઈ નથી જાણતું, ત્યારે હાલ એવી જ એક દુર્ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

મધ્ય કોલંબિયામાં પાડાની લડાઈની રમત દરમિયાન દર્શક સ્ટેન્ડ તૂટી પડતાં ઓછામાં ઓછા પાંચ લોકો માર્યા ગયા છે અને 500થી વધુ ઘાયલ થયા છે. Reddit પર શેર કરાયેલા ફૂટેજમાં પાડાની લડાઈ દરમિયાન પ્રેક્ષકોનું સ્ટેન્ડ તૂટી રહ્યું છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કોરાલેજો તહેવાર દરમિયાન કેટલાય ડઝન લોકો પાડાને કેવી રીતે ઉશ્કેરે છે. અચાનક ત્રણ માળનું સ્ટેન્ડ તૂટી પડે છે જેમાં સેંકડો લોકો ઘાયલ થાય છે, ઘણા પુરુષો, મહિલાઓ અને બાળકો તેની નીચે ફસાઈ જાય છે. આ ભયાનક અકસ્માતના ડ્રોન ફૂટેજમાં જોવા મળે છે કે લોકો સ્ટેન્ડમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા છે જ્યારે પાડો અખાડામાં રખડી રહી છે. લોકો બૂમો પાડે છે, કેટલાક સીટો પરથી કૂદીને મદદ માટે દોડે છે અને કાટમાળ હટાવવાનો પ્રયાસ કરે છે.

પરંપરાગત કોરેલેજો ઉત્સવમાં, મેળાવડાના સહભાગીઓ મેદાનમાં પ્રવેશ કરે છે અને પાડા સાથે લડે છે. આ અકસ્માત એલ એસ્પિનલમાં થયો હતો. આ બોગોટાથી 95 માઇલ દક્ષિણપશ્ચિમમાં એક નાનું શહેર છે. દર વર્ષે મેયરની ઑફિસ અને વિસ્તારની ખાનગી પાર્ટીઓ 29 જૂને સેન્ટ પીટર્સ ફેસ્ટની ઉજવણી કરવા માટે આ ઇવેન્ટનું આયોજન કરે છે.

વોશિંગ્ટન પોસ્ટ અનુસાર, જ્યારે કોલંબિયા સ્પેનની વસાહત હતી, ત્યારે તેના કેરેબિયન તટ પર પાડાની લડાઈની રમત શરૂ થઈ હતી. આ એમ્ફી થિયેટર વાંસનું બનેલું હતું અને દર્શકો માટે અનેક માળ બનાવવામાં આવ્યા હતા. પ્રાદેશિક નાગરિક સંરક્ષણ એજન્સીએ જણાવ્યું કે, વાંસની બનેલી રચના ખૂબ જ અસ્થિર છે.

આયોજકોએ જોવું જોઈએ કે આવું થઈ શકે છે.” ટોલિમા વિભાગના ગવર્નર જોસ રિકાર્ડો ઓરોઝકોએ કહ્યું કે “સરકારે કોરાલેજા પર પ્રતિબંધ મૂકવો જોઈએ. આ કાર્યક્રમ ખતરનાક છે અને પ્રાણીઓની ક્રૂરતાને પ્રોત્સાહન આપે છે.”

Niraj Patel