ખબર

સિંહથી પોતાનો જીવ બચાવવા માટે ભેંસ દોડતી દોડતી આવીને નદીમાં કૂદી ગઈ, પણ નદીમાં છુપાઈને બેઠો હતો મગર, વીડિયો તમારા રૂંવાડા ઉભા કરી દેશે

એક તરફ સિંહ અને બીજી તરફ મગર, સિંહથી જીવ બચાવવા પાણીમાં પડી ભેંસ તો પાણીમાં આવ્યો મગર, જુઓ વીડિયો

જંગલની અંદર ઘણા બધા જંગલી પ્રાણીઓ રહેતા હોય છે, જેમાં ઘણા પ્રાણીઓ એકબીજાનો શિકાર કરતા હોય છે. તો જંગલના રાજા સિંહથી તો દરેક પ્રાણીઓને ડર લાગતો હોય છે, સિંહ જયારે શિકાર કરવા નીકળે ત્યારે પ્રાણીઓ પણ પોતાનો જીવ બચાવીને ભાગતા હોય છે. સિંહના શિકાર કરવાના ઘણા બધા વીડિયો પણ તમે વાયરલ થતા જોયા હશે, પરંતુ હાલ જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે, તેણે સૌના રૂંવાડા ઉભા કરી દીધા છે.

વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક ભેંસની પાછળ સિંહ તેનો શિકાર કરવા માટે પડ્યો છે, ભેંસ પણ ભાગતી ભાગતી નદી કિનારે આવી જાય છે અને સિંહ પણ તેની પાછળ જ છે, સિંહથી બચવા માટે ભેંસ નદીમાં ઉતરે છે, તો સિંહ પણ તેની પાછળ પાછળ નદીના કિનારા સુધી આવી જાય છે જેથી ભેંસ પાણીની અંદર દૂર સુધી ચાલી જાય છે.

આ દરમિયાન જ ભેંસને આશંકા પણ નહોતી કે તે નદીમાં પણ સુરક્ષિત નથી, વીડિયોમાં આગળ જોવા મળી રહ્યું છે કે જેવી જ ભેંસ પાણીમાં આગળ જાય છે કે એક મગર તેના પર ત્રાટકે છે અને ભેંસને પોતાનો શિકાર બનાવી લે છે. ભેંસ તેનાથી બચવાનો પૂરતો પ્રયત્ન કરે છે, પરંતુ મગર પણ પાણીનો રાજા છે. આ વીડિયોમાં આગળ શું થયું તે નથી જોવા મળી રહ્યું. વીડિયો ત્યાં જ પૂર્ણ થઇ જાય છે.

View this post on Instagram

 

A post shared by 🐾 IFELINES ~ (@feline.unity)

આ વીડિયો 14 નવેમ્બરે ઈન્સ્ટાગ્રામ પેજ feline.unity પરથી શેર કરવામાં આવ્યો હતો, જેને અત્યાર સુધીમાં 37 હજારથી વધુ વ્યૂઝ અને બે હજારથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. આ અંગે તમામ યુઝર્સ ફીડબેક પણ આપી રહ્યા છે. કેટલાકે લખ્યું કે ભેંસનું મોત નિશ્ચિત જણાતું હતું. બીજાએ લખ્યું કે નસીબ ખરાબ હોય ત્યારે આવું જ થાય છે.