સિંહોના ટોળાથી પોતાનો જીવ બચાવીને નદીમાં ઉતરી ગઈ ભેંસ, અને પછી જે થયું તે રૂંવાડા ઉભા કરી દેનારું હતું, જુઓ વીડિયો

ભેંસ પર સિંહોના ટોળાએ કર્યો હુમલો, જીવ બચાવવા માટે લડતી રહી ભેંસ, પછી નદીમાં ઉતરી ગઈ અને… જુઓ વીડિયો

Lions Attacks Baffalo : ઇન્ટરનેટ પર પ્રાણીઓને લગતા ઘણા બધા વીડિયો રોજ વાયરલ થતા હોય છે, તેમાં પણ મોટાભાગના લોકો જંગલી પ્રાણીઓના શિકાર કરવાના વીડિયો જોવાનું વધારે પસંદ કરતા હોય છે,  એમાં પણ વાઘ અને સિંહ જેવા પ્રાણીઓ જયારે શિકાર કરવા નીકળે ત્યારે જંગલના બીજા પ્રાણીઓ પણ પોતાનો જીવ બચાવીને ભાગતા હોય છે અને આવા વીડિયોને જોવાનું પણ લોકોને ખુબ જ ગમે છે.

વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક ભેંસ સિંહોના ટોળાથી ઘેરાઈ ગઈ છે, સિંહોનું ટોળું પણ એક પછી એક ભેંસ પર શિકાર કરવા માટે આગળ વધતું જોવા મળી રહ્યું છે. ભેંસ ગમે તેમ કરીને પોતાની રક્ષા કરવાનું વિચારી રહે છે અને સિંહોનો સામનો પણ કરતી જોવા મળી રહી છે. ત્યાં બાજુમાંથી જ એક નદી પણ પસાર થઇ રહી છે.

નદીને જોતા લાગે છે કે અંદર મગર રહેતા હશે. ત્યારે ભેંસ સિંહોથી પીછો છોડાવીને નદીમાં ઉતરી જાય છે, તેમાં મગર હશે કે નહિ તેની ચિંતા કરતી નથી, પરંતુ સિંહ કિનારા પર ઉભા રહીને જોતા રહી જાય છે અને તે મગરની બીકથી નદીમાં ઉતરવાનું સાહસ નથી કરતા. ભેંસ પણ ધીમે ધીમે આગળ વધીને સામને કિનારે પહોંચી જાય છે.

એલિફન્ટ વોક રીટ્રીટ એ વિડીયો શેર કર્યો, લખ્યુ, “ધ વુર્હામી પ્રાઈડ ગઈકાલે એલિફન્ટ વોકમાં અમારી મુલાકાત લીધી, આ એકલી ભેંસનો શિકાર કરવાનો પ્રયાસ કર્યો. અમારા મહેમાનો અને અમારા સ્ટાફને ઘણું બધું બતાવી રહ્યું છે.” ઓનલાઈન શેર કરવામાં આવ્યો ત્યારથી, વિડિયોને ઈન્સ્ટાગ્રામ પર લાખો વ્યૂઝ અને લાઈક્સ મળી છે. સોશિયલ મીડિયા યુઝર્સે કમેન્ટ સેક્શનમાં રમૂજી કોમેન્ટ્સનો ભરાવો કર્યો છે. એક યુઝરે લખ્યું, “શાબાશ! શું ટોળું, શું નજારો.”

Niraj Patel