3 ડિસેમ્બરના રોજ બુધ રાશિનું પરિવર્તન આ રાશિના જાતકો પર કરશે મોટી અસર જો સાવધાન નહિ રહો તો થઇ શકે છે મોટું નુકશાન, જાણો

આ 4 રાશિના જાતકો માટે બુધ રાશિનું ગોચર રહેશે નુકશાન કારક, જાણો તમારી રાશિ છે કે નહિ ?

સમય સમય પર ગ્રહોનું ગોચર થતું રહે છે અને કેટલીકવાર આ  ગોચર લાભકારક હોય છે તો ઘણીવાર જીવનમાં મોટા નુકશાન લઈને પણ આવે છે. ત્યારે 3 ડિસેમ્બરના રોજ બુધ ગ્રહ વૃશ્ચિક રાશિમાંથી નીકળીને ધન રાશિમાં પ્રવેશ થવા જઈ રહ્યો છે, બુધ ગ્રહને ગ્રહોનો રાજકુમાર માનવામાં આવે છે. ત્યારે બુધના ગોચરના કારણે વ્યક્તિના કરિયર, રૂપિયા, પૈસા, માન સન્માન જેવી ઘણી વસ્તુઓ પર અસર પડે છે અને બદલાવ છે. ત્યારે જાણીએ આ દરમિયાન કઈ કઈ રાશિને આર્થિક નુકશાન થવાની સંભાવના છે.

1. મેષ:
મેષ રાશિના જાતકો માટે બુધનું આ ગોચર સારું નહિ રહે. આ દરમિયાન તમારા સ્વાસ્થ્ય પર પ્રભાવ પડી શકે છે. આ દરમિયાન તમારે દવાઓના રિએક્શન અને ચામડીના રોગોને લઈને સાવધાન રહેવાની જરૂર છે. તમારા ગુપ્ત શત્રુઓમાં પણ વધારો થશે. કોઈને પણ ઉછીના પૈસા આપતા પહેલા બચવું નહિ તો આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે.

2. મિથુન:
આ રાશિના જાતકોને બુધના ગોચરના કારણે ઉતાર ચઢાવનો સામનો કરવો પડી શકે છે. વધારે ભાગદોડના કારણે તમારા ખર્ચમાં પણ વધારો થઇ શકે છે. જેના કારણે જીવનમાં આર્થિક તંગી પણ આવી શકે છે. આ સમય દરમિયાન તમારી સામાજિક પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે. કોર્ટ કચેરીના મામલા બહાર જ ઉકેલી લેવામાં ભલાઈ છે. સ્વાસ્થ્યને લઈને પણ સાવધાન રહેવું.

3. વૃશ્ચિક:
બુધ રાશિના ગોચરના કારણે વૃશ્ચિક રાશિના જાતકોને કામ અને વેપારીમાં પ્રગતિ મળી શકે છે. નોકરીમાં પણ પ્રમોશન થવાની સંભાવના છે, સાથે જ સન્માનમાં પણ વધારો થશે. આ રાશિના જાતકો જો ચૂંટણીને લઈને કોઈ વિચાર કરી રહ્યા છે તો તેમાં તમને સફળતા મળી શકે છે, સાથે જ નવો વ્યવસાય શરૂ કરવાનો વિચાર કરતા લોકો માટે પણ સારો સમય છે.

4. ધન:
ધન રાશિના જાતકો માટે બુધ ગોચરનો પ્રભાવ એટલો સારો નહીં રહે. આ રાશિના જાતકોના સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ પ્રભાવ જોવા મળશે. વધારે ભાગદોડ અને ખર્ચના કારણે આર્થિક તંગીનો પણ સામનો કરવો પડી શકે છે. આ સમય દરમિયાન દાંપત્ય જીવનમાં પણ ખટાશ આવી શકે છે. જો તમે આ સમયમાં કોઈ ટેન્ડર માટે અરજી કરી રહ્યા છે તો સમય સારો છે.

Niraj Patel