જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોનું નક્ષત્ર પરિવર્તન માનવ જીવન પર ઊંડી અસર કરે છે. હાલમાં જ બુદ્ધિ, વાણી અને વેપારના કારક એવા બુધ ગ્રહે શનિના સ્વામિત્વવાળા પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે. 8 ઓગસ્ટથી શરૂ થયેલું આ ગોચર આગામી 16 ઓગસ્ટ સુધી રહેશે. જ્યોતિષીય ગણતરી મુજબ બુધ અને શનિના સ્વભાવમાં રહેલા તફાવતના કારણે આ 8 દિવસનો સમય તમામ રાશિઓ માટે સમાન નથી. ખાસ કરીને ત્રણ રાશિના જાતકોએ આ સમયગાળા દરમિયાન વિશેષ સાવધાની રાખવાની જરૂર છે, નહીં તો આર્થિક નુકસાન અને માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે.

મિથુન રાશિ બુધનું આ નક્ષત્ર ગોચર મિથુન રાશિના જાતકો માટે વાતચીત અને સંવાદના સ્તરે મુશ્કેલીઓ સર્જી શકે છે.
-
નાની સરખી ગેરસમજ પણ કોઈ મોટા વિવાદનું રૂપ લઈ શકે છે.
-
તમારી વાત હંમેશા સ્પષ્ટતાથી રજૂ કરો જેથી કોઈ ખોટો અર્થ ન કાઢે.
-
બિનજરૂરી દલીલો અને વાદ-વિવાદથી દૂર રહેવું જ હિતાવહ છે.
-
વેપારી વર્ગે આ સમયગાળામાં મોટા રોકાણ ટાળવા જોઈએ.
-
ધન સંબંધિત કોઈપણ નિર્ણય લેતા પહેલાં ઊંડાણપૂર્વક વિચાર કરો.
-
સ્વાસ્થ્ય બાબતે જરાય બેદરકારી દાખવવી નહીં.

કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે આ સમય સખત મહેનત માંગી લે તેવો છે.
-
ધાર્યા પ્રમાણેના પરિણામો ન મળવાને કારણે માનસિક નિરાશા ઘેરાઈ શકે છે.
-
જો તમે બેદરકારી દાખવશો તો હાથમાં આવેલી સારી તકો પણ સરકી જશે.
-
કોર્ટ-કચેરીના મામલાઓમાં અત્યારે ધીરજ જાળવવી, સમય જતાં સ્થિતિ અનુકૂળ બની શકે છે.
-
પારિવારિક કે લવ રિલેશનશિપમાં કેટલાક પડકારોનો સામનો કરવો પડી શકે છે.
-
આર્થિક મોરચે સાવધ રહેવું, અણધારી ધનહાનિના યોગ બની રહ્યા છે.

કુંભ રાશિ કુંભ રાશિના લોકો માટે આગામી 16 ઓગસ્ટ સુધીનો સમય પગલાં ફૂંકીને ચાલવાનો છે.
-
હાલના સમયમાં કોઈપણ નવું કાર્ય કે નવો વ્યાપાર શરૂ ન કરવો.
-
નાણાકીય રોકાણ કરતી વખતે ખાસ ધ્યાન રાખવું, ધન ડૂબવાની પૂરી સંભાવના છે.
-
સફળતા મેળવવા માટે કોઈટ પણ પ્રકારના શોર્ટકટ લેવાથી બચવું.
-
મુસાફરીના યોગ છે પરંતુ યાત્રા દરમિયાન સામાન અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.
-
મિત્રો કે લવ પાર્ટનર સાથે કોઈ બાબતે મતભેદ કે ઝઘડો થવાની શક્યતા છે.
આ આઠ દિવસ દરમિયાન આ ત્રણેય રાશિના જાતકોએ પોતાના ક્રોધ પર કાબૂ રાખીને શાંતિથી સમય પસાર કરવો સલાહભરેલું છે.
(નોંધ: ઉપરોક્ત માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષશાસ્ત્ર અને જાણકારીઓ પર આધારિત છે, ગુજ્જુરોક્સ આની પુષ્ટિ કરતું નથી.)