ગુગુલ ઉપર શોધી ફરવા માટે સૌથી ખતરનાક જગ્યા, પહોંચી ગયો અફઘાનિસ્તાન, જુઓ પછી શું હાલત થઇ આ યુવકની

દુનિયાની સૌથી ખતરનાક જગ્યા ઉપર રજાઓ માણવા માંગતો હતો વિદ્યાર્થી, પહોંચી ગયો અફઘાનિસ્તાન, પછી થઇ આવી હાલત

ફરવા  જવાની ઈચ્છા કોને ના હોય ? અને તેમાં પણ આજના યુવાનો તો ફરવા માટે ખતરનાક એડવેન્ચરની પહેલી પસંદગી કરતા હોય  છે, ત્યારે આવું જ હાલમાં એક યુવક સાથે બન્યું છે, જેને ગુગુલ ઉપર ફરવા માટે સૌથી ખતરનાક જગ્યા શોધી અને તે પહોંચી ગયો અફઘાનિસ્તાનમાં, પછી તેની સાથે જે બન્યું તે રોમાંચક છે.

બ્રિટનના 24 વર્ષીય માઇલ્સ રુટલેજ ગુગુલ ઉપર ખતરનાક જગ્યા શોધીને ફરવા માટે અફઘાનિસ્તાન પહોંચી ગયો હતો. તેને જરા પણ અંદાજ નહોતો કે તેને અહીંયા તાલિબાનનો સામનો કરવો પડશે. અફઘાનિસ્તાનમાં સત્તા પરિવર્તન થયા પછી પણ માઇલ્સ કાબુલમાં જ ફસાયેલો રહ્યો. તેને ઘણીવાર અહિયાંથી નીકળવાના પ્રયાસો કર્યા પરંતુ તે સફળ ના થઇ શક્યો અને તે યુએન સેફ હાઉસમાં છુપાઈ ગયો.

પરંતુ હવે તેને કાબુલમાંથી બહાર કાઢી લેવામાં એવો છે. મેલસે પોતાની યાત્રાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ટ્વીચ ઉપર પણ શેર કરી છે. આ સાથે જક તેને પોતાની આપવીતી પણ શેર કરી છે. જેમાં તે આર્મી ગિયરમાં નજર આવી રહ્યો છે. આ પહેલા રવિવારે તેને ઓનલાઇન ચાહકો સાથે વાત કરતા જણાવ્યું હતું કે તે મોત માટે તૈયાર પણ થઇ ગયો છે. પરંતુ હવે તે સુરક્ષિત બહાર આવી ગયો છે.

મંગળવારના રોજ તેને દુબઈમાં પોતાના ત્યાંથી નીકળવાની એક ફૂટેજ પણ શેર કરી હતી. જેમાં તેને કહ્યું હતું કે “એક બ્રિટિશ સેનાનું વિમાન હતું. તેને લખ્યું હતું કે, “સુખદ અંત. દુબઈમાં ઉતર્યો, બ્રિટિશ સેનામાં શાનદાર લોકોનો આભાર. બધા જ સુરક્ષિત છે.”

Niraj Patel