વિદાય સમયે કન્યાનો ભાઈ આવીને પોતાની બહેનને વળગી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો, પરંતુ પાછળ ઉભેલા જીજાજીએ જે કર્યું તે જોઈને લોકો પણ… જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં લગ્નને લઈને ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, ઘણા વીડિયોની અંદર લગ્નની એવી એવી અવનવી ઘટનાઓ જોવા મળે છે જેને લોકો વારંવાર જોવાનું પસંદ કરતા હોય છે. પરંતુ લગ્ન દરમિયાન એક એવી ક્ષણ આવતી હોય છે, જે સૌની આંખોમાં આંસુઓ લાવી દેતી હોય છે અને તે છે કન્યા વિદાયની. જેમાં ત્યાં ઉપસ્થિત સૌ કોઈની આંખો આંસુઓથી છલકાતી હોય છે. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક એવી જ ઘટનાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

એક છોકરીએ જ્યાં પોતાનું આખું બાળપણ વિતાવ્યું હોય છે તે આંગણું છોડવું એ તેના માટે ખુબ જ ભાવનાત્મક હોય છે. લગ્ન બાદ જયારે કન્યા વિદાય લેતી હોય છે ત્યારે સૌથી ભાવુક તેનો ભાઈ પણ હોય છે. કારણ કે તેણે પણ તેની બહેન સાથે આખું બાળપણ ત્યાં જ વિતાવ્યું છે. તેની સાથે લડાઈ અને પ્રેમ કરીને હવે તેની બહેન કાયમ માટે ઘર છોડીને જઈ રહી છે. આ ક્ષણ કોઈપણ ભાઈ-બહેન માટે ઈમોશનલ હોય છે, પરંતુ એક એવો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકો થોડા ચોંકી જાય છે.

શું તમે ક્યારેય જોયું છે કે દુલ્હન વિદાય લઇ તેના સાસરે જઈ રહી હોય અને તેના પરિવારના સભ્યો રડી રહ્યા હોય, પરંતુ વર તેની મસ્તીમાં નાચી રહ્યો હોય. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કંઈક આવું જ જોવા મળ્યું. ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા વિડીયોમાં જોઈ શકાય છે કે દુલ્હન વિદાય લઇ રહી છે અને અચાનક તેનો ભાઈ આવીને તેને ગળે લગાવે છે. આ દરમિયાન તેનો ભાઈ જોરથી રડવા લાગે છે. કન્યા પણ તેને ગળે લગાવે છે અને તેને ચૂપ કરવાનો પ્રયાસ કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Naseeb Rajput (@naseeb.rajput.0786)

પાછળના બેકગ્રાઉન્ડમાં તમે જોઈ શકો છો કે કન્યાના ભાઈ સિવાય, અન્ય પરિવારના સભ્યો પણ રડી રહ્યા છે અને તેઓ ખૂબ જ ભાવુક પણ છે, પરંતુ એક વાત સૌનું ધ્યાન ખેંચે તેવી છે કે સ્ક્રીનની જમણી બાજુએ ઉભો રહેલો વરરાજા ગીત પર ઝૂલતો જોવા મળ્યો હતો. કન્યાનો ભાઈ જોર જોરથી રડી રહ્યો છે, જ્યારે વરરાજા ડાન્સ કરી રહ્યો છે. ત્યારે કન્યા પણ રડી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. તેને અત્યાર સુધીમાં લાખો લોકો તેને પસંદ કરી ચૂક્યા છે. આ અંગે લોકો પોતપોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Niraj Patel