પોલીસ સ્ટેશનમાં જઈને પરણિત મહિલાએ બે લગ્ન કરવાની પાડી બૂમો, પકડવા જતા મહિલા કોન્સ્ટેબલ પણ નીચે પડી… વાયરલ થયો વીડિયો
દરેક વ્યક્તિ ઇચ્છતું હોય છે કે તેના ગમતા વ્યક્તિ સાથે તેના જીવનની સફર આગળ વધે અને બંને એકબીજા સાથે લગ્ન કરે. પરંતુ ઘણીવાર એવું બનતું હોય છે કે ગમતું વ્યક્તિ નસીબમાં નથી હોતું. કેટલાય કારણોસર પ્રેમ લગ્ન થવા અસંભવ બની જતા હોય છે. ત્યારે ઘણા લોકો ભાગીને લગ્ન કરી લે છે તો કોઈ પોતાના માતા પિતાનું સાંભળીને તે જે વ્યક્તિ બતાવે તેની સાથે લગ્ન કરી લેતા હોય છે.
ત્યારે હાલ ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લામાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. આ જોઈ અને સાંભળીને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. હકીકતમાં, એક પરિણીત મહિલા તેના પ્રેમી સાથે લગ્નની અરજી લઈને પોલીસ સ્ટેશન પહોંચી અને સીઓ સામે હોબાળો મચાવવા લાગી. મહિલાએ ખુરશીઓ ફેંકી, મોબાઈલ તોડી નાખ્યો અને જમીન પર આડી પડીને ચીસો પાડવા લાગી.
સંબંધીઓએ ભારે મુશ્કેલીથી મહિલા પર કાબૂ મેળવ્યો અને તેને પોતાની સાથે લઈ ગયા. મળતી માહિતી મુજબ સીઓ પીકે સિંહ અસલાહ ફેક્ટરી સંબંધિત પ્રેસ કોન્ફરન્સ કરવા પોલીસ સ્ટેશનમાં હતા. તે મીડિયાને સંબોધિત કરવાના હતા કે બસેલા ગામના રહેવાસી અનિલ શર્માની પત્ની કાજલ શર્મા પોલીસ સ્ટેશન પહોંચી.
કાજલે જણાવ્યું કે તેના લગ્ન 18 ફેબ્રુઆરી 2022ના રોજ થયા હતા. પરંતુ તે તેના પ્રેમી ગુડ્ડુ સાથે લગ્ન કરવા માંગતી હતી. થોડી વાર પછી તે ઉગ્ર થઈ ગઈ અને અવાજ કરવા લાગી. મહિલાએ COની સામે હોબાળો મચાવ્યો હતો. મહિલા કોન્સ્ટેબલોએ ભારે મુશ્કેલીથી તેને કાબુમાં લીધી. એક મહિલા કોન્સ્ટેબલ નીચે પણ પડી ગઈ હતી. લેડી કોન્સ્ટેબલે તેને કોઈક રીતે પકડીને કેબિનમાં લઈ ગયા.પછી તે થોડી શાંત થઈ.
“Do shaadi karenge Do Shaadi”
Woman demands marriage with lover soon after her wedding with a man
Police watches as mute spectators
Feeling so bad for her Husband
EQUALITY ! pic.twitter.com/S6zbiqE731
— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) March 30, 2023
સીઓએ કહ્યું કે મહિલાની હરકતો જોઈને લાગે છે કે તેનું માનસિક સંતુલન બરાબર નથી. તેને તેના પિયર અને સાસરિયા પક્ષને સોંપવામાં આવી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પોલીસનું કહેવું છે કે આ મહિલાને ડૉક્ટરની મદદની જરૂર છે. તેને તાત્કાલિક સારવારની જરૂર છે. પરિવારે કહ્યું કે તેને જલ્દી ડોક્ટરને બતાવવામાં આવશે.