દીકરીના વિદાય ટાણે પિતાની આંખોમાંથી છલકી ઉઠ્યા આંસુઓ, પિતાને વળગીને દીકરી પણ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી, વીડિયો જોઈ ભાવુક થઇ જશો

લગ્ન એ ખુબ જ ખુશીનો પ્રસંગ છે, પરંતુ લગ્નમાં પણ એક ક્ષણ એવી આવે છે જયારે સૌની આંખો ભીંજાઈ જાય છે અને તે છે કન્યા વિદાયનો પ્રસંગ. કન્યા વિદાય થાય ત્યારે ત્યાં ઉપસ્થિત સૌ કોઈની આંખો ભીની થઇ જતી હોય છે, પથ્થર જેવો બાપ પણ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગતો હોય છે. સોશિયલ મીડિયામાં પણ કન્યા વિદાયના ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, ત્યારે હાલ એવો જ એક વીડિયો સોશિયલ મીડિયા યુઝર્સની આંખો ભીની કરી રહ્યો છે.

દીકરી ઘરની લક્ષ્મી કહેવાય છે. જ્યારે દીકરી ધીરે ધીરે મોટી થાય છે ત્યારે તેનું બોન્ડિંગ તેના પિતા સાથે સૌથી વધુ જોવા મળે છે. પુત્રી પણ તેના ભાવિ પતિમાં તેના પિતાના ગુણો જોવા માંગે છે. આ જ કારણ છે કે જ્યારે લગ્ન પછી વિદાય થાય છે ત્યારે કન્યા તેના પિતાને વળગીને સૌથી વધુ રડે છે. ત્યારે હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહેલા વિડિયોમાં તમે જોઈ શકો છો કે વિદાય સમયે એક દીકરી તેના પિતાને ગળે લગાવે છે અને એવી રીતે રડે છે કે સમગ્ર વાતાવરણ ગમગીન બની જાય છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે દીકરી તેના પિતાને પકડીને રડી રહી છે. આ ઈમોશનલ વીડિયો જોઈને તમારી આંખોમાંથી પણ આંસુ આવી શકે છે. તમે દુલ્હનને ધ્રુસકે ધ્રુસકે રડતી જોઈ શકો છો, જ્યારે પિતા પણ ભાવુક દેખાઈ રહ્યા છે.

તમે જોઈ શકો છો કે લગ્નની વિધિઓ કર્યા પછી, કન્યા તેના સાસરે જઈ રહી છે. જ્યારે વિદાયનો સમય આવે છે ત્યારે તે ખૂબ જ ભાવુક થઈ જાય છે. કન્યા તેના પિતાનું ઘર છોડીને દુ:ખી છે. પછી તે રડવા લાગે છે. જેવી દુલ્હન તેના પિતાને તેની સામે જુએ છે, તે ખૂબ જ જોરથી રડવા લાગે છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ ભાવુક થઇ રહ્યા છે.

Niraj Patel