દુલ્હનના સેંથામાં સિંદૂર ભરતા પહેલા કર્યું કંઈક આવું, દુલ્હનની સ્માઈલ જોઈને જ લોકો થયા ઘાયલ

લગ્નની અંદર નિભાવવામાં આવતા દરેક રિવાજ ખુબ જ ખાસ હોય છે. સોશિયલ મીડિયામાં આવા જ લગ્નના રિવાજોને લઈને ઘણા વીડિયો પણ વાયરલ થતા જોવા મળે છે. જે લોકોને પણ ખુબ જ પસંદ આવતા હોય છે. ઘણીવાર વર-કન્યાની મસ્તી ભરેલી પળો તો ઘણીવાર તેમના મિત્રો પણ એવી મસ્તી કરે છે કે તેમના વીડિયો વાયરલ થઇ જાય છે.

હાલ એવી જ એક દુલ્હનનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તેની સ્માઈલને જોઈને જ કોઈપણ ફિદા થઇ જાય. આ દુલ્હન એટલી સુંદર લાગી રહી છે અને તેમાં પણ તેની કાતિલ સ્માઈલ જોનારનું દિલ જીતી રહી છે. વળી આ વીડિયોને કેમેરામેને ક્લોઝઅપ મોડમાં લીધો છે, જેના કારણે જોવાની પણ ખુબ જ મજા આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by (@drvineetasharma67)

વાયરલ વીડિયોની અંદર જોઈ શકાય છે કે કન્યાના સેંથામાં સિંદૂર ભરવાનો સમય આવી ગયો છે. વરરાજા તેના સેંથામાં સિંદુર ભરે એ પહેલા કન્યા મંદ મંદ સ્મિત આપી રહી છે. જેના બાદ વરરાજા કન્યાના સેંથામાં સિંદૂર ભરે છે અને ત્યારબાદ પણ કન્યા હસવા લાગે છે. તેનું આ સ્મિત દિલ જીતી લેનારું છે.

 

View this post on Instagram

 

A post shared by (@drvineetasharma67)

આ વીડિયો હવે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. લાખો લોકોએ આ વીડિયોને નિહાળ્યો છે અને કોમેન્ટ પણ કરી રહ્યા છે. તમને પણ આ વીડિયોને જોવાની ખુબ જ મજા આવશે. આવી જ ઘણી ઘટનાઓ આજે સોશિયલ મીડિયામાં વાયરલ થતા વાર પણ નથી લાગતી.

Niraj Patel