Madhya Pradesh Bride Ran Away : ગુજરાત સહિત દેશભરમાંથી ઘણીવાર લૂંટેરી દુલ્હનના ઘણા મામલા સામે આવે છે, કેટલીકવાર આવા કિસ્સામાં દુલ્હન લગ્ન બાદ ઘરમાંથી રોકડ અને ઘરેણા લઇ ફરાર જતી હોય છે, તો કેટલીકવાર લગ્ન પહેલા જ દુલ્હન કાંડ કરી દેતી હોય છે. ત્યારે હાલમાં એક મામલો સામે આવ્યો, જેમાં મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં એક છોકરી લગ્નની છેલ્લી ગડીએ દુલ્હાને છોડીને ચાલી ગઇ.
આરોપ છે કે તેણે પોતાને ગરીબ ગણાવી દુલ્હા પાસેથી લગ્નની તૈયારીઓ માટે પૈસા માગ્યા હતા અને પીડિત દુલ્હાના ક્યાંય લગ્ન નહોતા થઇ રહ્યા. આ માટે તે પૈસા આપવા રાજી થઇ ગયો પણ લગ્નના ઠીક પહેલા દુલ્હન સામાન ખરીદવાના બહાને દુલ્હાએ આપેલ એક લાખ રૂપિયા લઇ ફરાર થઇ ગઇ. એવું કહેવાય છે કે પીડિત દુલ્હાએ લગ્ન માટે ઘર પણ ગિરવે મૂક્યુ હતુ. દુલ્હા રામેશ્વર વાનખેડે અને તેના પરિવારે મેનગામ પોલિસ સ્ટેશન વિસ્તારમાં દુલ્હન વિરૂદ્ધ ઠગીનો કેસ ફાઇલ કરાવ્યો છે.
હાલ તો દુલ્હનની શોધ ચાલુ છે, પણ તેનો કોઇ અતો પતો નથી મળ્યો. રામેશ્વર વાનખેડેએ કહ્યુ- લગ્ન માટે કોર્ટમાં બોલાવ્યો હતો, ખરગોન પહેલા અમને રોક્યા અને કહ્યુ જ્વેલરી લાવી છે અને બોલી એક લાખ રૂપિયા દો. અમે એક લાખ રૂપિયા આપ્યા અને અમે રાહ જોતા રહી પણ તે ના આવી અને ભાગી ગઇ. તેણે કહ્યુ- અમારો પરિચય રાહુલ અને જિતેન્દ્રએ કરાવ્યો હતો, તે સાંગવીના રહેવાસી છે. પહેલા 10 હજાર રૂપિયા આપ્યા હતા અને પછી એક લાખ…
અમે ધામનોદથી જાન લઇને આવ્યા હતાં બીજી બાજુ, વરરાજાના વિસ્તારની ગ્રામ પંચાયત પંધાનિયાના ડેપ્યુટી સરપંચ મહેશ પટેલે જણાવ્યું કે આ વિસ્તારમાં એક લૂંટારુ કન્યા છે અને ખરગોન જિલ્લામાં એક ગેંગ ચાલી રહી છે, છેતરપિંડી કરવામાં આવી છે. આ અઠવાડિયા દરમિયાન બંનેના લગ્નની વાત થઈ હતી. તેમની પાસેથી પૈસાની માંગણી કરી હતી. આજનો દિવસ લગ્ન માટે નક્કી કરવામાં આવ્યો હતો અને કહ્યું હતું કે કોર્ટમાં આવીને, અમે કન્યાને તમને સોંપીશું.
તે લોકો તેની પાસેથી એક લાખ 10 હજાર રૂપિયાની છેતરપિંડી કરીને ફરાર થઈ ગયા, એમ કહીને તે ઘરેણાં ખરીદવા જઈ રહ્યા છે. છોકરીનું નામ મમતા જણાવવામાં આવી રહ્યું છે.” દૈનિક ભાસ્કરના અહેવાલ મુજબ દુલ્હો રામેશ્વર આરોપી યુવતીના કહેવા પર પૈસા આપવા માટે રાજી થયો હતો અને આ માટે તેણે તેનું મકાન પણ 5 ટકા વ્યાજ સાથે ગિરવે રાખ્યું હતું. લગ્નની તારીખ નક્કી થઈ ગઈ, સ્થળ પણ નક્કી થઈ ગયું. પરંતુ લગ્ન પહેલા જ વરરાજા છેતરાઇ ગયો.