કન્યાએ લગ્નમાં મહેમાનોની વચ્ચે લાવીને ઉભો કરી દીધો વરરાજાને…પછી તેની સાથે કર્યું એવું કામ કે શરમથી લાલ પીળો થઇ ગયો.. જુઓ વીડિયો

મહેમાનોની વચ્ચે જ કન્યાએ સની લિયોનીના ગીત પર વરરાજાને ઉભા રાખીને કર્યો ડાન્સ, વરરાજા પણ માથું ઝુકાવીને શરમાઈ ગયો… જુઓ વીડિયો

દરેક વ્યક્તિ તેમના લગ્નને ખુબ જ ખાસ બનાવવા માંગતું હોય છે અને લગ્નને ખાસ બનાવવા માટે તે કેટલાય દિવસ પહેલાથી જ તૈયારીઓ પણ કરતું હોય છે, ત્યારે લગ્નમાં થતી કેટલીક ખાસ ઘટનાઓના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જતા હોય છે. ત્યારે હાલ એવી જ એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

આપણે જોઈએ છીએ કે લગ્ન દરમિયાન વરરાજા કે કન્યા પોતાના પાર્ટનરને કોઈને કોઈ રીતે સરપ્રાઈઝ આપતા હોય છે. આ વીડિયોમાં પણ એવું જ જોવા મળી રહ્યું છે. કન્યા લગ્ન દરમિયાન મહેમાનો સામે જ વરરાજાને લાવીને ઉભો કરી દે છે અને પછી તે વરરાજાના હાથમાં એક ગુલાબનું ફૂલ પણ પકડાવી દે છે. આ જોઈને વરરાજા પણ નર્વસ દેખાઈ રહ્યો છે.

નર્વસ હોવા છતાં પણ વરરાજા પોતાના ચહેરા પર એક સ્માઈલ લગાવીને ઉભો છે. પરંતુ કન્યા તો વરરાજાને ઈમ્પ્રેસ કરવામાં લાગી છે અને તે સની લિયોનીના પોપ્યુલર ગીત “મેરે સૈયા સુપરસ્ટાર” પર ડાન્સ કરવા લાગી જાય છે. લિરિક્સ સાથે કન્યા પણ આ ગીત પર પોતાના હાથ પગ હલાવે છે અને વરરાજા શરમનો માર્યો ત્યાં જ ઉભો રહી જાય છે.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કન્યા ડાન્સ કરી રહી છે અને વરરાજા મહેમાનો વચ્ચે ચુપચાપ ઉભો છે. આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. જેને હાલ લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. અત્યાર સુધી આ વીડિયોને ઘણા બધા લોકોએ જોયો છે અને લાઈક પણ કર્યો છે. સાથે જ ઘણા લોકો કોમેન્ટ પણ કરી રહ્યા છે.

Niraj Patel