મહાન ક્રિકેટર બ્રેટ લી ભારતની મદદ માટે આવ્યા આગળ, અધધધ દાન કર્યું- જાણો વિગત

ભારતમાં વધી રહેલા કોરોના સંક્રમણ વિરુદ્ધની લડાઈમાં ભારતની મદદ માટે ઓસ્ટ્રેલિયાનો પૂર્વ ફાસ્ટ બોલર બ્રેટ લી આગળ આવ્યો છે. લીએ એક સત્તાવાર નિવેદનમાં કહ્યુ કે, તે ભારતમાં હોસ્પિટલો માટે ઓક્સિજનની અછત દુર કરવા માટે 1 બિટકોઈન દાન કરશે. ભારતીય રૂપિયામાં તે રકમ લગભગ 41 લાખ રૂપિયા જેટલી થાય છે, બ્રેટ લીએ કહ્યુ કે, ભારત હંમેશા તેના માટે બીજા ઘર સમાન રહ્યું છે.

ઓસ્ટ્રેલિયાના પૂર્વ બોલર બ્રેટ લીએ ભારતને એક બિટકોઈન (અંદાજે 40 લાખ રુપિયા) નું દાન આપ્યું છે. ઓસ્ટ્રેલિયના પેટ કમિન્સ પણ ભારતને દાન આપી ચૂક્યો છે. બ્રેટ લીએ ઓક્સિજન સપ્લાયની ખરીદી માટે ભારતને 40 લાખનું દાન આપ્યું છે.

તમને જણાવી દઇએ કે, કોલકત્તા નાઇટ રાઇડર્સના ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર પેટ કમિન્સે સોમવારે ભારતમાં કોવિડ હોસ્પિટલોમાં ઓક્સિજનની કમી દૂર કરવા માટે પીએમ કેર ફંડમાં 50000 ડોલર (આશરે 38 લાખ રૂપિયા) આપવાની જાહેરાત કરી હતી.

Shah Jina