વાયરલ

આ છોકરાએ તેની પ્રેમિકાને એવા ખાસ અંદાજમાં કર્યું પ્રપોઝ કે પ્રેમિકાની પોસ્ટ 2.5 કરોડ કરતા વધારે લોકો જોઈ ચુક્યા, જુઓ શું હતું ખાસ ?

અઢી કરોડથી વધુ લોકો ઉમટી પડ્યા વીડિયો જોવા:ગર્લફ્રેન્ડે સપનામાં પણ નહોતી વિચારી કે તેનો બોયફ્રેન્ડ તેને આ રીતે પ્રપોઝ કરશે

Boyfriend Unique Proposal : પ્રેમ કરતા દરેક પ્રેમીઓ પોતાના પ્રિયજન માટે હંમેશા કંઈક ખાસ કરવાના પ્રયત્નો કરતા હોય છે. ઘણીવાર તે તેમના પ્રિય પાત્રને પ્રપોઝ કરવા માટે એવા એવા આયોજન કરતા હોય છે કે તેમનું પ્રિયજન પણ ખુશ થઇ જાય છે અને આવી ઘણી ઘટનાઓના વીડિયો અને તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જતા હોય છે.

એક છોકરાએ પણ આવું જ કંઈક કર્યું. તેણે પોતાની ગર્લફ્રેન્ડને ખૂબ જ અનોખા અંદાજમાં પ્રપોઝ કર્યું હતું, જેની સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે. @amymaymacc નામના યુઝરે ટ્વિટર પર તેના બોયફ્રેન્ડ સાથેની તસવીર પોસ્ટ કરી છે. આમાં તેણે જણાવ્યું કે કેવી રીતે બોયફ્રેન્ડે તેને કીબોર્ડ દ્વારા પ્રપોઝ કર્યું. પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે “તેણે કીબોર્ડ વડે મને તેની ગર્લફ્રેન્ડ બનવાનો પ્રસ્તાવ મૂક્યો. હું તેના વિશે ક્યારેય બોલીશ નહીં”

છોકરાએ કીબોર્ડની કી ફરીથી ગોઠવી અને તેના પર તેના દિલની વાત લખીને છોકરીને પ્રપોઝ કર્યું. એક તસવીરમાં તમે જોઈ શકો છો કે કીબોર્ડ પર કેવી રીતે ‘Be My Girlfriend Sayang’ લખેલું છે. તે જ સમયે, બીજી તસવીરમાં, કપલ હસતું જોવા મળે છે. બોયફ્રેન્ડનો આ અનોખો પ્રસ્તાવ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

એક હજારથી ઓછા ફોલોઅર્સ ધરાવતા ટ્વિટર યુઝરની પોસ્ટને અત્યાર સુધીમાં 2.5 મિલિયન થી વધુ વ્યૂઝ મળ્યા છે. આ સિવાય પોસ્ટને 2.5 લાખથી વધુ લાઈક્સ અને હજારો કોમેન્ટ્સ મળી છે. એક યુઝરે લખ્યું “છોકરાએ નવી રીતે પ્રપોઝ કર્યું.” બીજાએ લખ્યું “શાબાશ, છોકરી રાજી થઈ ગઈ.” ત્રીજા યુઝરે કહ્યું “કીબોર્ડથી પ્રપોઝ કરવાનો આઈડિયા સારો છે.”