ગર્લફ્રેન્ડ છોડી જતી રહી તો બીજા જ દિવસે યુવકે કર્યુ એવું કામ કે… વીડિયો જોઇ એક્સ ગર્લફ્રેન્ડનું ચકરાઇ જશે માથુ

સોશિયલ મીડિયામાં દરરોજ ઘણા વીડિયો વાયરલ થતા રહે છે. આમાંના ઘણા વિડિયો ખૂબ જ ફની હોય છે. કેટલાક વીડિયો જોયા પછી તમે તમારુ હસવું રોકી શકતા નથી. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયો એક પ્રેમ સંબંધનો છે. એક યુવકને તેની પ્રેમિકા છોડી જતી રહે છે. પ્રેમિકાના છોડીને ગયા બાદ તેનું દિલ તૂટી ગયું હોય છે. વીડિયોમાં તે ખૂબ જ ઉદાસ દેખાઈ રહ્યો છે. આ પ્રેમીને ઈમોશનલ જોઈને તમારું દિલ પણ તૂટી જશે. આ પછી પ્રેમી તેની એક્સ ગર્લફ્રેન્ડને કંઇક મેસેજ પણ આપતો જોવા મળી રહ્યો છે.પરંતુ તે બાદ જે બીજા દિવસે થાય છે તે જોઇને તો તમે હચમચી જશો.

વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે તેની ગર્લફ્રેન્ડ તેને છોડીને જતી રહે છે ત્યારે છોકરો ખૂબ જ ઈમોશનલ થઈ જાય છે અને તેના માટે છેલ્લો મેસેજ રેકોર્ડ કરે છે. તે તેની ગર્લફ્રેન્ડનું નામ લે છે અને કહે છે, ‘ગોલ્ડી, આજે તું જ્યાં પણ છે ત્યાં ખુશ રહે. હું જાણું છું કે તુ કોઈની સાથે ફરવા ગઇ હશે. વેલેન્ટાઈન ડે ઉજવ્યો જ હશે. તારો બોયફ્રેન્ડ પણ ચોક્કસ હશે. હું જાણું છું કે તે મને છોડી દીધો.’ આ દરમિયાન છોકરો એકદમ ભાવુક દેખાય છે. પરંતુ આગળની ફ્રેમમાં શું થાય છે તે જોઈને તમે ચોંકી જશો.

આગળની ફ્રેમમાં તમે જોઈ શકો છો કે છોકરો એક છોકરી સાથે જોવા મળે છે. છોકરો બીજા જ દિવસે બીજી છોકરી સાથે ફરવા જતો રહે છે. આ ફ્રેમમાં છોકરો ખૂબ ખુશ દેખાય છે. આ પછી, તે ફરી એકવાર વિડિયો મેસેજ રેકોર્ડ કરે છે. આ વખતે તે કહે, ‘ગોલ્ડી તું ગઇ, વાંધો નહીં. મારા દુ:ખનો ઉપચાર કરનાર ચંપા મળી. મને આ બહુ ગમે છે. આ દરમિયાન બેકગ્રાઉન્ડમાં ‘ઠુકરા કે મેરા પ્યાર, મેરા ઇન્તકામ દેખેગી’ ગીત વાગી રહ્યું છે.

આ વીડિયો બ્લેક લવર ઓક્સ નામના ઈન્સ્ટાગ્રામ પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગુજ્જુરોક્સ આ વીડિયોની સત્યતાની પુષ્ટિ કરતું નથી. આ વીડિયો કોઈ ફની વીડિયો એટલે કે લોકોને હસાવવા માટેનો પણ હોઇ શકે છે.

 

View this post on Instagram

 

A post shared by black_lover__ox (@black_lover__ox)

Shah Jina