પ્રેમમાં પાગલ છોકરાએ ગર્લફ્રેન્ડના નામનું ટેટુ બનાવવા એવી જગ્યા પસંદ કરી કે તમે બોલશો ‘ઓ માં માતાજી’

પ્રેમમાં પાગલ આશિકે મહેબૂબાના નામનું ટેટુ એવી જગ્યાએ કરાવ્યુ કે વીડિયો જોઇ દિમાગ હલી જશે

કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે, જો એકવાર દિલ કોઇ પર આવી જાય તો બસ દીવાનાની જેમ કંઇ પણ કરવા લોકો તૈયાર થઇ જતા હોય છે. એવામાં પ્રેમમાં એ પણ નતી સમજ આવતુ કે શું સાચુ ને શું ખોટુ…પ્રેમમાં પાગલ આશિક દુનિયાની પરવાહ નથી કરતા. એક એવા જ આશિકનો વીડિયો આ દિવસોમાં વાયરલ થઇ રહ્યો છે જે સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે.

વીડિયોમાં એક યુવક તેની ગર્લફ્રેન્ડનું નામ એવી જગ્યાએ લખાવે છે કે લોકો પણ હેરાન રહી ગયા છે. Abhishek Sapkal નામના ઇન્સ્ટાગ્રામ યુઝરે આ વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે એક યુવક તેની પ્રેમિકાના નામનું ટેટુ હોઠના અંદરના ભાગમાં બનાવડાવે છે. આ કોઇની પણ કલ્પના બહારની વસ્તુ છે. ટેટુમાં અમૃતા નામ જોવા મળી રહ્યુ છે.

જણાવી દઇએ કે, વીડિયોને 8 મિલિયનથી પણ વધારે વ્યુઝ મળ્યા છે અને લોકો આના પર કમેન્ટ કરી મજા લઇ રહ્યા છે. એકે લખ્યુ- બ્રેકઅપ બાદ મોંના ખોલતો. જ્યારે બીજાએ લખ્યુ- આ પ્રેમ નહિ પણ પાગલપન છે. જ્યારે એકે કમેન્ટ કરી લખ્યુ- ચાલાક છે, જો બ્રેકઅપ થયુ તો લગ્ન બાદ પત્ની શોધી નહિ શકે. એક અન્યએ લખ્યુ- ગુટખા ખાશે તો મિટાઇ જશે.

Shah Jina