બાઈક અને ઓટો રિક્ષામાં વચ્ચે ટક્કર, યુવક અને યુવતી સાથે મારપીટ, જુઓ વીડિયો

લોકોએ છોકરીના ખેંચ્યા વાળ ખેંચીને કેવી હાલત કરી જુઓ, વીડિયો જોઈને લોહી ઉકળી જશે

લોકડાઉનમાં છૂટછાટ મળવાની સાથે જ હવે રોડ, રસ્તા અને બજારો પણ ધમધમવા લાગ્યા છે, દેશભરમાંથી ઘણી અકસ્માતની ઘટનાઓ પણ સામે આવી રહી છે. ઘણા અકસ્માતમાં લોકોના જીવ પણ જઈ રહ્યા છે. તો ઘણા અકસ્માત મોટા ઝઘડાનું પણ કારણ બનતો હોય છે. આવી જ એક ઘટના હાલ સામે આવી છે.

મહારાષ્ટ્રના થાણે નજીક આવેલા કલ્યાણ કોલસેવાડી વિસ્તારમાં બાઈક અને રીક્ષા વચ્ચે મામૂલી ટક્કર બાદ સ્થાનિક લોકોએ બાઈક સવાર યુવક અને યુવતીને ખુબ જ માર માર્યો હતો. તે દરમિયાન ત્યાંથી પસાર થઇ રહેલા કોઈ વ્યક્તિએ આ ઘટનાનો વીડિયો બનાવી લીધો હતો, જે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

આ ઘટના શુક્રવારે રાત્રે 12 વાગ્યાની જણાવવામાં આવી રહી છે. જેના વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો એક યુવક અને યુવતીને મારી રહ્યા છે. કોઈ બેલ્ટ લઈને મારી રહ્યું છે તો કોઈહાથથી મારી રહ્યું છે. કોઈ યુવતીને મારી રહ્યું છે તો કોઈ તેના વાળ ખેંચી રહ્યું છે. ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર બાઈક સવાર ત્યાંથી પસાર થઇ રહ્યો હતો તે દરમિયાન જ રીક્ષા સાથે તેની ટક્કર થઇ ગઈ અને બંને વચ્ચે મોટો ઝઘડો થઇ ગયો.

રિક્ષાવાળાએ આસપાસના લોકોને બોલાવી લીધા અને ત્યાં ભેગી થયેલી ભીડે યુવક અને યુવતીને માર માર્યો. યુવક તે લોકોને હાથ જોડીને વિનંતી કરી રહ્યો હતો, અને પોતાને જવા દેવાનું કહેતો હોવા છતાં પણ લોકો તેને માર મારતા રહ્યા.

Niraj Patel