બોસે કર્મચારીને નોકરીમાંથી કાઢી મુક્યો, પછી કર્મચારીએ આખી બિલ્ડીંગને જ આગ લગાવી દીધી, 200 કર્મચારીઓ અંદર…

કોરોના કાળમાં ઘણા લોકોની નોકરીઓ છૂટી ગઈ, જેના કારણે ઘણા લોકો બેરોજગાર પણ બન્યા, પરંતુ હવે સ્થિતિ થોડી સામાન્ય બની છે અને લોકો નોકરી ધંધા કરવા લાગ્યા છે, ધીમે ધીમે હવે ગાડી જાણે પાટા ઉપર આવી રહી હોય તેમ લાગી રહ્યું છે, પરંતુ નોકરીથી જો કોઈને પણ છુટા કરવામાં આવે તો સ્વાભાવિક રીતે ગુસ્સો તો આવવાનો જ છે.

પરંતુ હાલ એક એવો કિસ્સો વાયરલ થઇ રહ્યો છે જેને આખી દુનિયામાં ચર્ચાનો માહોલ ગરમ કર્યો છે. બોસ દ્વારા તેના એક કર્મચારીને છૂટો કરી દેવામાં આવતા ગુસ્સે ભરાયેલા કર્મચારીએ આખી બિલ્ડીંગને જ આગ લગાવી દીધી, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

મીડિયા રિપોર્ટ અનુસાર આ ઘટના રુસની જણાવામાં આવી રહી છે. જ્યાં એક બોસે તેના કર્મચારીને કહ્યું કે, “તને નોકરીમાંથી છૂટો કરવામાં આવે છે.” બસ આ સાંભળતાની સાથે જ દુકાનમાં કામ કરવાવાળો કર્મચારી ભડકી ગયો અને સુપરસ્ટોરમાં આગ લગાવી દીધી. સારું રહ્યું કે આ દુર્ઘટનામાં કોઈનું મોત ના થયું.

આ કર્મચારીની ભૂલ એટલી જ હતી કે તેને પ્રાઇસ ટેગ બદલી નાખ્યા હતા, જેના બાદ તેના બોસ આ કર્મચારી ઉપર ભડકી ઉઠ્યો અને પછી જે થયું તેને લઈને બોસ પણ માથું પકડીને બેસી ગયા. આ સમગ્ર મામલો 21 ડિસ્મેબરના રોજ રુસના ટોમસ્કમાંથી સામે આવ્યો છે.

ડેઈલી મેઈલના રિપોર્ટ અનુસાર આરોપી યુવકની ઓળખ એલેક્ઝાન્ડર સ્નેડર તરીકે થઈ છે. સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જ્યાં તે આગ લગાવ્યા બાદ બહાર જતો પણ જોવા મળે છે. આ પછી આરોપી એલેક્ઝાન્ડર પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. જે રિપોર્ટ્સ સામે આવ્યા છે તે મુજબ એલેક્ઝાન્ડર સ્ટોરની અંદર સામાનની કિંમત બદલતો હતો. તેના પર તેના મેનેજરે તેને ઠપકો આપ્યો હતો. આ પછી તેણે ગુસ્સામાં આવીને સ્ટોરમાં હાજર ફટાકડાને આગ ચાંપી દીધી અને તેના પર દારૂ છાંટ્યો. જે બાદ તે સ્ટોરમાંથી ભાગી ગયો હતો.

રિપોર્ટ અનુસાર જ્યારે કર્મચારીએ સુપરસ્ટોરમાં આગ લગાવી ત્યારે 200થી વધુ લોકો અંદર કામ કરી રહ્યા હતા. સદનસીબે આ તમામ લોકોને આગમાંથી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ખબર અનુસાર, બોસ તે કર્મચારીના કામમાં ખામીઓ શોધતા હતા. આનાથી એલેક્ઝાન્ડર હંમેશા ઉદાસ રહેતો. જે દિવસે આ ઘટના બની તે દિવસે બોસે તેની સામે સિકંદરને ઘણી ઠપકો આપ્યો હતો.

Niraj Patel