દુબઈમાં બોપલની દીકરીને થયો કડવો અનુભવ, 9 કરોડ અને મર્સિડીઝ ન આપી તો અડધી રાત્રે રંગરેઇલ્યુ…

બોપલની યુવતીને દુબઈનો મુરતિયો ભારે પડી ગયો, રાતનું સુખ ….સૌથી ગંદુ કૃત્ય થઇ ગયું…જાણો વિગત

રાજયમાં ઘણી જગ્યાએ લગ્ન બાદ પરિણિતીને પ્રતાડિત કરવાના કેટલાક કિસ્સા સામે આવે છે અને ઘણીવાર પરિણિતા આ ત્રાસને કારણે આપઘાત પણ કરી લેતી હોય છે, તેવામાં અમદાવાદ શહેરમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે, જે હેરાન કરી દેનારો છે. અમદાવાદના એક પરિવારે દીકરીના લગ્ન માટે મેટ્રોમોનિયલ સાઇટ પર એક યુવકને પસંદ કર્યો હતો અને વર્ષ 2019માં લગ્ન પણ ખૂબ જ હરખાઇને કરાવ્યા હતા. ત્યારે હવે લગ્ન બાદ દીકરીના સાસરાવાળા તેને માનસિક રીતે પ્રતાડિત કરવામાં આવી અને તેને તેના પિયરથી 8-9 કરોડ રૂપિયા અને બંગલો તેમજ મર્સિડિઝ ગાડીની પણ માંગ કરવામાં આવી. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

હવે આ દરમિયાન પરિણિતા પ્રેગ્નેટ થઇ તેને એબોર્શન કરાવવા માટે દબાણ કરવામાં આવ્યુ. આટલું જ નહિ પરંતુ પરિણિતાના પિતાએ દીકરીના સાસરાવાળાની માંગ પૂરી ન કરી અને તેથી જ પરિણિતાના પતિએ તેની સાથે સંબંધ બાંધવાનું પણ બંધ કરી દીધુ. આ મામલે હવે કંટાળીને પરિણિતાએ તેના સાસરિયા સામે  મહિલા પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પશ્ચિમ મહિલા પોલિસે દુબઇમાં રહેતા પરિણિતાના સાસુ, સસરા અને પતિ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઘટનાની વિગત તપાસીએ તો, રાજપથ ક્લબ પાસે એક સોસાયટીમાં રહેતી યુવતિએ મેટ્રોમોનિયલ સાઇટ પરથી એક દુબઇના યુવકની પસંદગી કરી હતી અને 18 ડિસેમ્બર 2019ના રોજ દુબઇ ખાતે તેના લગ્ન રત્નેશ કંસલ નામના યુવક સાથે થયા હતા. યુવકનો પરિવાર દુબઇમાં હતો. યુવતિના લગ્ન બાદ જયારે તે સાસરે ગઇ ત્યારે તેના સાસરિયાએ તેની સાથે વાતચીત ન કરી

કારણ કે લગ્ન દરમિયાન યુવતિના પરિવાર દ્વારા જે વસ્તુઓ આપવામાં આવી હતી તેનાથી તેઓ સંતુષ્ટ ન હતા. યુવકના ઘરમાં કામકામજ કરવા માટે એક નોકર હતો પરંતુ યુવકના પરિવાર દ્વારા કહેવા પર તે યુવતિનું કામ પણ કરતો ન હતો. યુવતિના પતિએ મેટ્રોમોનિયલ સાઇટ પર તેની ડિગ્રી અને દુબઇના કરન્સી પ્રમાણે 3 લાખ જેટલી રકમ બતાવી હતી, જે ખોટી હતી. આ બાબત યુવતિ તેના પતિને પૂછતી તો તે ઉડાઉ જવાબ આપતો.

2020માં યુવતિના મામાનો જન્મદિવસ હતો અને ત્યારે તે અને તેનો પતિ અમદાવાદમાં આવ્યા હતા, ત્યારે તેણે યુવતિના પિતા પાસે 5 કરોડની માંગ કરી હતી, કારણ કે તે બિઝનેસ સેટ કરી શકે. પરંતુ લગ્નમાં ખર્ચ થયો હોવાને કારણે તેમની પાસે આટલી રકમ નથી તેવું તેના પિતા દ્વારા જણાવવામાં આવ્યુ. આ યુવતી દુબઈ પાછી ગઈ ત્યારે તેના પતિએ ભાડે ફ્લેટ રાખ્યો અને યુવતિ તેના પતિ સાથે ત્યાં રહેવા લાગ્યા.

આ ઘરે જ્યારે તેના સાસુ-સસરા આવતા ત્યારે કહેતા કે દીકરા માટે એક બંગલો, મર્સિડીઝ ગાડી તેના પિયરવાળા દ્વારા ખરીદી આપવામાં આવે. યુવતીએ આ માગણીઓ માટે ના કહેતા કોઇ પણ તેની સાથે સારી રીતે વાતચીત કરતા ન હતા અને તેનો પતિ તેની સાથે કોઇ સંબંધ પણ બાંધતો ન હતો.સાસુ-સસરાએ કોરોનાને કારણે યુવતીના પિતાને 8-9 કરોડ રૂપિયાની મદદ કરવા કહ્યું હતું.

કારણ કે તેમનો દીકરો દુબઇમાં ધંધો ચાલુ કરી શકે,યુવતીએ દુબઈ અથવા દિલ્હીમાં નોકરી કરવાનું કહેતા તેના પતિએ તેની સાથે ઝઘડો કરી પાટુ મારી પછાડી દીધી. જેથી કંટાળીને યુવતીએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે, મહિલાના લગ્ન પહેલા તેના સાસરિયા તેને પ્રિન્સેસ કહીને બોલાવતા હતા અને લગ્ન કરીને આવ્યા બાદ સાસરિયાએ બોલવાનું સાવ ઓછુ કરી દીધુ હતુ. મહિલા વર્ષ 2020માં દુબઇથી અમદાવાદ આવી હતી અને ત્યારે તેને પ્રેગ્નેટ હોવાની જાણ થઇ હતી. આ વાત તેણે તેના સાસરિયાને કરી તો તેઓ ખુશ ન થયા અને આ ઉપરાંત તેને ઓબોર્શન કરી દેવાનું પણ જણાવ્યુ અને કહ્યુ કે આ બાળક આપણે રાખવાનું નથી.

જો કે, મહિલા તો આ બાળકને રાખવા માંગતી હતી પરંતુ સાસરિયાના દબાણને કારણે તે મજબૂર બની. યુવતિના સાસરિયાએ એવું કહ્યુ હતુ કે, જો તે આ બાળક રાખશે તો તેને તે લોકો સાસરે નહિ આવવા દે. માટે યુવતિએ થલતેજ ખાતે અબોર્શન કરાવ્યુ હતુ. અબોર્શન માટે પતિએ મેઇલ પણ મોકલ્યો હતો.

Shah Jina