બોલિવુડમાં તેમની અદાઓથી લોકોને દીવાના બનાવી ચૂકેલી અભિનેત્રી એશ્વર્યા રાય, અનુષ્કા શર્મા, સની લિયોની અને કંગના રનૌતને કોણ નથી જાણતું…
દેશ-વિદેશમાં તેમની એક્ટિંગ અને ખૂબસુરતી માટે તેઓને વધારે જાણવામાં આવે છે. પરંતુ તેમના ઘરમાં કોઇ છે જે તેઓને આ મામલે કોમ્પિટીશન આપે છે. આ અભિનેત્રીઓની ભાભીઓની ખૂબસુરતી અને ફિટનેસ કોઇ જ મામલામાં ઓછું નથી. આ જ કારણથી તેઓ હંમેશા ચર્ચામાં રહે છે. તો, આવો જાણીએ આ અભિનેત્રીઓની ભાભીઓ વિશે..

1.સનિ લિયોનીની ભાભી – કરિશ્મા વહોરા
સનિ લિયોનીના ભાઇને તમે કદાચ જાણતા હશો. તેના ભાઇનું નામ સંદિપ સિંહ વોહરા છે અને તેઓ સૈફ છે. સંદિપ સિંહની પત્નિની સાથે સની લિયોનીનો ખૂબ સારો બોન્ડ છે. કોરોના વાયરસની મહામારીને કારણે લોકડાઉન દરમિયાન સનીએ તેમની સાથે વર્કઆઉટ સેશનના વીડિઓ અને તસવીરો પોસ્ટ કરી હતી.

સની લિયોનીની ભાભીનું નામ કરિશ્મા વોહરા છે. તે ખૂબ જ ફિટ અને ગ્લેમરસ છે. તેમની ઇન્સ્ટાગ્રામ પર સારી ફેન ફોલોઇંગ છે. જો કે, સની લિયોનીને ટક્કર આપવી મુશ્કેલ છે. પરંતુ સનિની ભાભી સાથે બોન્ડિંગ ખૂબ જ સારી છે. તેઓ ઘણીવાર સાથે વેકેશન મનાવવા જતા હોય છે.

2.એશ્વર્યા રાયની ભાભી – શ્રીમા રાય
એશ્વર્યા રાય તેના દાયકાની સફળ અને ગ્લેમરસ હિરોઇનમાંની એક છે. આજકાલ એશ્વર્યા રાયના ભાઇ આદિત્યની પત્નિ તેની ખૂબસુરતી અને ગ્લેમરસ તસવીરોને કારણે ચર્ચામાં રહે છે. તે ફિટનેસની બાબતે ધીરે ધીરે એશ્વર્યાને પાછળ છોડતી નજરે પડી રહી છે.

તમને જણાવી દઇએ કે, શ્રીમા રાય પોતાની ફેશન અને લાઇફસ્ટાઇલનો બ્લોગ ચલાવે છે. શ્રીમા એક મોડલ છે. વર્ષ 2009માં તે મિસીસ ઇન્ડિયા ગ્લોબ 2009ની વિનર રહી ચૂકી છે.
3.અનુષ્કા શર્માની ભાભી – ચેતના કોહલી
વિરાટ કોહલીની પત્નિ અનુષ્કા શર્મા ગ્લેમરસ અને ખૂબસુરત અભિનેત્રીમાંની એક છે. વિરાટ અને અનુષ્કાના લગ્નની ઘણી તસવીરો વાયરલ થઇ હતી અને ત્યારથી અનુષ્કાના સાસરવાળાઓ અનુષ્કાના એક એક ફેન પણ જાણવામા આવ્યા હતા.

વિરાટના ફેન્સનું માનવું છે કે, તેમની ભાભી ચેતના કોહલી અનુષ્કા શર્માની ખૂબસુરતી સામે તે બહુ પાછળ નથી. વિરાટનો મોટો ભાઇ વિકાસ બિઝનેસ મેન છે. તે ઘણીવાર પાર્ટીઓમાં તેમની પત્નિ ચેતના સાથે નજરે પડે છે. સોશિયલ મીડિયા પર તેઓ ખૂબ એક્ટિવ છે અને તેમની તસવીરો પણ ઘણીવાર સામે આવતી રહેતી હોય છે.

4.કંગનાની ભાભી – ઋતુ સાંગવાન
કંગનાની ભાભી ખૂબ જ સુંદર છે. તે કોઇ અભિનેત્રીથી ઓછી નથા. કંગનાના ભાઇ અક્ષતની પત્નિ ઋતુ સાંગવાન એક ડોક્ટર છે.

તે હરિયાણાની રહેવાસી છે. અક્ષત પાયલટ છે. કંગનાએ ભાઇના લગ્નની ઘણી તસવીરો શેર કરી હતી.