દુઃખદ: રામાયણમાં યાદગાર પાત્ર નિભાવનાર આ મહાન અભિનેતા નથી રહ્યા

BIG NEWS: સ્ટ્રગલના દિવસોમાં ચોકીદાર હતા, 250 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું, જાણો શું બીમારી હતી?

મનોરંજન જગતથી વધુ એક દુ:ખદ સામાચાર સામે આવી રહ્યા છે. 50 અને 60ના દાયકાના મશહૂર અભિનેતા રહેલા ચંદ્રશેખરનું 98 વર્ષની ઉંમરે મુંબઇમાં પોતાના અંધરી સ્થિત ઘરમાં આજે સવારે 7.10 વાગ્યાના સુમારેે નિધન થઇ ગયુ છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેમણે 50ના દાયકામાં ફિલ્મોમાં હિરો તરીકે કામ કર્યુ હતુ અને બાદમાં એક ચરિત્ર અભિનેતા તરીકે અલગ ઓળખ બનાવી. તેમનું પૂરુ નામ ચંદ્રશેખર વૈદ્ય હતુ.

16 જૂનના રોજ સવારે હિંદી ફિલ્મ અભિનેતા ચંદ્રશેખરનું નિધન થઇ ગયુ છે. તેઓ 98 વર્ષના હતા અને તેમણે તેમના કરિયરમાં 250થી વધુ ફિલ્મોમાં કામ કર્યુ હતુ. પરંતુ તેમને રામાનંદ સાગરની “રમાયણ”માં આર્ય સુમંતના રોલ માટે યાદ કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, તેમણે 50ના દાયકામાં પોતાના કરિયરની જુનિયર આર્ટિસ્ટ તરીકે શરૂઆત કરી હતી. કેટલીક ફિલ્મોમાં જુનિયર આર્ટિસ્ટનો રોલ કર્યા બાદ તેઓ એક હિરો તરીકે ફિલ્મોમાં દેખાવા લાગ્યા અને તેમણે તેમની ઓળખ બનાવી.

હૈદરાબાદમાં જન્મેલા ચંદ્રશેખરે 1953માં રિલીઝ થયેલ ફિલ્મકાર વી.શાંતારામની ફિલ્મ સુરંગમાં પહેલીવાર હિરોની ભૂમિકા નીભાવી હતી. તે બાદ તે કવિ, મસ્તાના, બરાદરી, કાલી ટોપી લાલ રૂમાલ, સ્ટ્રીટ સિંગર જેવી અનેક ફિલ્મોમાં લીડ અભિનેતા તરીકે જોવા મળ્યા.

વર્ષ 1998માં દૂરદર્શન પર રિલીઝ થયેલ રામાનંદ સાગરની રામાયણમાં ચંદ્રશેખરે આર્ય સુમંતનો રોલ પ્લે કર્યો હતો અને તેનાથી તેમણે જબરદસ્ત લોકપ્રિયતા મેળવી હતી. આ ઉપરાંત તેમણે અનેક ધારાવાહિકમાં કામ કર્યુ હતુ. તમને જણાવી દઇએ કે, ટીવી અભિનેતા શક્તિ અરોરા ચંદ્રશેખરના નાતી છે.

રિપોર્ટ્સ અનુસાર, ચંદ્રશેખરને ફિલ્મોમાં આવ્યા પહેલા તેમની જરૂરિયાતો પૂરી કરવા માટે ચોકીદારીથી લઇને ટ્રોલી ખેંચવા સુધીનું કામ કરવુ પડ્યુ હતુ. તે બાદ કેટલાક મિત્રોની સલાહ પર તેઓ અભિનયમાં કરિયર બનાવવા માટે મુંબઇ આવી ગયા. તેમણે ઘણા સ્ટ્રગલ કર્યા છે. તેમણે વર્ષ 1950માં આવેલી ફિલ્મ “બેબસ”માં એક નાના રોલથી તેમના કરિયરની શરૂઆત કરી હતી.

Shah Jina