વર્ષ 2023 પૂર્ણ થયા પહેલા બોલિવૂડમાંથી સામે આવ્યા દુઃખદ સમાચાર ! અમિતાભ અને અજય દેવગન સાથે કામ કરી ચૂકેલા એક્ટરનું નિધન

વર્ષ 2023 પૂર્ણ થયા પહેલા બોલિવૂડમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા. અભિનેતા અપૂર્વ શુક્લાનું નિધન થયું છે. જણાવવામાં આવી રહ્યું છે કે 20 ડિસેમ્બર બુધવારના રોજ અભિનેતાનું ભોપાલની હમીદિયા હોસ્પિટલમાં નિધન થયું હતું. રીપોર્ટ્સ અનુસાર, અપૂર્વ શુક્લા ડિપ્રેશનથી પીડિત હતા અને કેમ્પસમાં સ્થિત એક નાઇટ શેલ્ટરમાં રહેતા હતા. અપૂર્વ શુક્લા છેલ્લા કેટલાક સમયથી ડિપ્રેશનથી પીડિત હતા અને તેમની સારવાર પણ ચાલી રહી હતી.

ડિપ્રેશનથી પીડિત અભિનેતા અપૂર્વ શુક્લાનું નિધન

અપૂર્વ શુક્લાએ ફિલ્મો સિવાય ટીવી શોમાં પણ કામ કર્યું હતું. અપૂર્વ પત્રકારત્વની દુનિયામાં પણ સક્રિય હતા. મીડિયા અહેવાલો અનુસાર, પિતાના નિધન બાદ તેઓ ધીમે ધીમે ડિપ્રેશનમાં જવા લાગ્યા. અપૂર્વ પહેલા પિતા પંકજ શુક્લા અને માતા ઈન્દિરા શુક્લા સાથે જહાંગીરાબાદના અહિર મોહલ્લામાં રહેતા હતા અને બાદમાં તેમણે ઘર છોડીને નાઈટ શેલ્ટરમાં રહેવાનું શરૂ કર્યું હતું.

અમિતાભ બચ્ચન અને અજય દેવગનની ફિલ્મમાં કર્યું હતું કામ

રિપોર્ટમાં કહેવાયું છે કે બુધવારે પોલીસને માહિતી મળી હતી કે નાઈટ શેલ્ટરમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. તપાસ પર જાણવા મળ્યું કે મૃતક અપૂર્વ શુક્લા છે. અપૂર્વ શુક્લાના કરિયરની વાત કરીએ તો તેમણે ફિલ્મોની સાથે કેટલાક ટીવી શોમાં પણ કામ કર્યું હતું. ચક્રવ્યુહ, સત્યાગ્રહ, ગંગાજલ અને તબાદલા જેવી ઘણી ફિલ્મોમાં નાની ભૂમિકામાં જોવા તેઓ જોવા મળ્યા છે.

ઘણી ફિલ્મોમાં કર્યા હતા નાના રોલ

અપૂર્વ વેબ સિરીઝમાં પણ જબરદસ્ત રોલમાં જોવા મળ્યા છે. અપૂર્વએ ગેંગસ્ટર વિકાસ દુબેના જીવન પર આધારિત વેબ સિરીઝ હનકમાં ગેંગસ્ટર માયાશંકરનું પાત્ર ભજવ્યું હતું. આ રોલ લોકોને ઘણો પસંદ પણ આવ્યો હતો. આ સિવાય તે કેટલાક ડેઈલી સોપ્સમાં પણ જોવા મળ્યા છે. અપૂર્વના નિધનના સમાચાર પર શોક વ્યક્ત કરતા, બોલિવૂડની ઘણી ફિલ્મ હસ્તીઓએ યુવા કલાકારને શ્રદ્ધાંજલિ આપી.

Shah Jina