ક્રૂઝ ડગ કેસમાં શાહરૂખ ખાનનો દીકરા આર્યન ખાન ઘણા દિવસો સુધી જેલમાં રહ્યો હતો. આ બાબતે સમગ્ર પરિવારને હચમચાવી નાખી હતી હજુ પણ ખાન પરિવાર આ આઘાતમાંથી બહાર આવી શક્યો નથી. આટલું જ નહીં આર્યન એટલો ડરી ગયો છે કે તેણે મિત્રોને મળવાનું અને બોલવાનું પણ બંધ કરી દીધું છે. તે ઘરમાં ચૂપચાપ બેસી રહે છે. પુત્રની હાલત જોઈને શાહરૂખ અને ગૌરી ખાન ખૂબ જ પરેશાન છે. જો કે તે પુત્રને લઈને થોડી સાવધ પણ થઈ ગઈ છે.
તેઓ નથી ઈચ્છતા કે તેમના ઘરના કોઈ સભ્ય સાથે ફરીથી આવી ઘટના બને. આ દરમિયાન હવે સમાચાર આવી રહ્યા છે કે શાહરૂખે આર્યન માટે મોટો નિર્ણય લીધો છે. શાહરૂખ ખાન હવે આર્યન માટે વધુ રક્ષક બની ગયો છે. છેલ્લા એક મહિનાથી તે કોઈ કામ કરી રહ્યો નથી. તે પોતાનો મોટાભાગનો સમય બાળકો સાથે વિતાવે છે. ત્યાં મીડિયા રીપોર્ટ્સ અનુસાર, આ કેસની આર્યન પર ખૂબ જ ખરાબ અસર પડી છે, તે હજી પણ આ ટ્રોમામાંથી પસાર થઈ રહ્યો છે.
શાહરૂખનો પરિવાર આર્યનને સંભાળવાનો પ્રયાસ કરી રહ્યો છે. શાહરૂખ ખાન હવે નવેમ્બરના છેલ્લા અઠવાડિયાથી ફરી કામ શરૂ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં તેને આર્યનની ઘણી ચિંતા સતાવી રહી છે. મીડિયા રીપોર્ટ્સનું માનીએ તો, શાહરૂખ ખાને તેના આગામી પ્રોજેક્ટ્સમાંથી બ્રેક લીધો છે અને તેના પુત્ર સાથે સમય પસાર કરવાનું નક્કી કર્યું. નવેમ્બરના છેલ્લા સપ્તાહમાં તે પોતાના કામ પર પરત ફરશે.
આ દરમિયાન શાહરૂખ ખાન પુત્ર આર્યન ખાનને લઈને ચિંતિત છે. પહેલા એવા સમાચાર હતા કે શાહરૂખ ખાન તેના પુત્ર આર્યન ખાન માટે નવો બોડીગાર્ડ શોધી રહ્યો છે પરંતુ હવે તેણે પોતાનો નિર્ણય લઇ લીધો છે. શાહરૂખે આર્યનની સંભાળ રાખવાની જવાબદારી તેના સૌથી વિશ્વાસુ બોડીગાર્ડ રવિ સિંહને આપી છે. રવિ સિંહ તેના પરિવાર જેવો છે અને આર્યન પણ તેની સાથે આરામદાયક અનુભવે છે. જામીનની શરત મુજબ આર્યનને દર અઠવાડિયે શુક્રવારે NCB સમક્ષ હાજર થવું પડશે. આવી સ્થિતિમાં રવિ સિંહ તેમની સાથે રહેશે.
જામીન મળ્યા બાદ પણ રવિ સિંહ આર્યનને આર્થર રોડ જેલમાંથી ઘરે લાવવા પહોંચ્યા હતા. બીજી તરફ શાહરૂખ ખાન હવે પોતાના નવા બોડીગાર્ડ સાથે કામ પર પરત ફરશે. વર્કફ્રન્ટની વાત કરીએ તો આ દિવસોમાં શાહરૂખ ખાન તેની ફિલ્મ પઠાણના શૂટિંગમાં વ્યસ્ત છે. ત્યાં, તે સલમાન ખાનની ફિલ્મ ટાઇગર 3 અને સિંહનો પણ એક ભાગ છે.
જણાવી દઈએ કે આર્યનને 2 ઓક્ટોબરે NCBએ મુંબઇથી ગોવા જઇ રહેલ ક્રૂઝ પર છાપેમારી કરી હતી અને ત્યાંથી આર્યન ખાન સહિત અનેકની અટકાયત કરવામાં આવી હતી. NCB દ્વારા આર્યનને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો અને 3 ઓક્ટોબરના રોજ ધરપકડ કરવામાં આવી હતી. તે બાદ 8 ઓક્ટોબરે તેને આર્થર રોડ જેલ મોકલી દેવામાં આવ્યો હતો. પુત્રને જેલમાંથી બહાર કાઢવા માટે શાહરૂખે ઘણા પ્રયત્નો કર્યા અને અંતે લગભગ 26-28 દિવસ બાદ તેને જામીન મળ્યા હતા.