આ નેત્રહિન છોકરીને સોનુ સૂદે ગણાવી ‘ભારતની સૌથી અમીર મહિલા’, જાણો શુ છે કારણ

કોરોના વાયરસના મામલા ભારતમાં તેજી સાથે વધી રહ્યા છે, બીજી લહેરમાં ઘણા લોકો પ્રભાવિત થયા છે. ઘણા બોલિવુડ સેલેબ્સ આ મહામારી વચ્ચે મદદ માટે આગળ આવી રહ્યા છે. ત્યાં સોનુ સૂદ સતત લોકોની મદદ કરી રહ્યો છું. સોનુ સૂદ મદદ માટે એક ફાઉંડેશન પણ ચલાવી રહ્યા છે. જેમાં એક નેત્રહિન છોકરીએ 15 હજાર રૂપિયા દાન કર્યા છે.

સોનુ સૂદે આ બાબતે ટ્વીટ કરી એક પોસ્ટ શેર કરી છે, તેમાં તેણે લખ્યુ છે કે, આ છોકરીનું નામ બોદુ નાગા લક્ષ્મી છે, જે ફેમસ યુટયૂબર છે. આંધ્ર પ્રદેશના એક નાના ગામ વરિકુંતપુડુની તે રહેવાસી છે.

લક્ષ્મીએ સોનુ સૂદ ફાઉંડેશનમાં 15 હજાર રૂપિયા દાન કર્યા હતા. જે તેનુ પાંચ મહિનાનું પેંશન હતુ. મારા માટે આ ભારતની સૌથી અમીર મહિલા છે. કોઇના દર્દને જોવા માટે આંખોની જરૂરત નથી. એક સાચી હિરો…

Shah Jina