‘એનિમલ’માં ખલનાયક બનવા માટે બોલી દેઓલે શીખી હતી સાઇન લેન્ગવેજ, કહ્યુ- કમ્ફર્ટ ઝોનથી બહાર…

બોબી દેઓલે ‘એનિમલ’ માટે 1 મહિના સુધી શીખી હતી સાઇન લેન્ગવેજ, ફિલ્મમાં એક પણ લાઇન ન હોવા પર હેરાન રહી ગયો હતો એક્ટર

બોબી દેઓલ આ દિવસોમાં છવાયેલો છે. પહેલા સની દેઓલ અને હવે ભાઈ બોબી દેઓલ…બંને ભાઇઓ સિનેમા પ્રેમીઓના મગજ પર છવાઇ ગયા છે. બોબી ‘એનિમલ’ ફિલ્મમાં વિલન બન્યો છે અને તે રણબીર કપૂર પર હાવી પર થયો છે. જો કે ફિલ્મમાં બોબી દેઓલના ડાયલોગ્સ નથી. પરંતુ બોલ્યા વિના પણ તેણે પોતાની એક્ટિંગથી દર્શકો પર પોતાની ઊંડી છાપ છોડી છે.

‘એનિમલ’માં ખલનાયક બનવા માટે બોલી દેઓલે લીધી હતી સાઇન લેન્ગવેજની ટ્રેનિંગ

અભિનેતાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે આ રોલ માટે તેને કેટલી મહેનત કરવી પડી હતી. બોબી દેઓલે IANSને આપેલા ઇન્ટરવ્યુમાં ‘એનિમલ’ માં તેણે ભજવેલા પાત્ર વિશે વાત કરી. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું ખલનાયક અને મૂંગા વ્યક્તિની ભૂમિકા ભજવવા માટે તેનો ટેસ્ટ લેવામાં આવ્યો હતો. તો તેણે કહ્યું, ‘હું એક પાત્ર ભજવવા માંગતો હતો જે મારા કમ્ફર્ટ ઝોનની બહાર હોય.

કહ્યુ- મારું પાત્ર મૂંગું છે એ સાંભળીને હું ચોંકી ગયો હતો

આ પાત્ર મારા માટે ખૂબ જ પડકારજનક હતું. જ્યારે મને કહેવામાં આવ્યું કે ફિલ્મમાં એક પણ ડાયલોગ નથી. મારું પાત્ર મૂંગું છે એ સાંભળીને હું ચોંકી ગયો હતો. બોબી દેઓલે આગળ કહ્યું, ‘સંદીપે મને કહ્યું કે મને પૂરી ફિલ્મની અનુમતિ નથી. દરેકને મારી વાત કરવાની રીત ગમે છે. આ પછી તેણે કહ્યું, ‘હા, પણ હું ઈચ્છું છું કે આ પાત્ર મૌન હોય. આ ભૂમિકાએ મારા માટે ઘણા પડકારો ઉભા કર્યા હતા.

હું ચાહકોનો આભાર માનું છું કે તેમને મારું પાત્ર ઘણું પસંદ આવ્યું

પરંતુ આ અન્ય ફિલ્મો કરતા એકદમ અલગ ભૂમિકા હતી. બોબી દેઓલે આગણ જણાવ્યું કે તેણે ફિલ્મ એનિમલમાં આ પાત્ર ભજવવા માટે એક મહિનાની ટ્રેનિંગ લીધી હતી. અભિનેતાએ કહ્યું, ‘મેં 1 મહિના સુધી સાંકેતિક ભાષા શીખી અને તેનાથી ખરેખર મદદ મળી. હું ચાહકોનો આભાર માનું છું કે તેમને મારું પાત્ર ઘણું પસંદ આવ્યું. આ ફિલ્મમાં બોબી દેઓલની બોડી પણ લોકોને આકર્ષી રહી છે.

Shah Jina