ફિલ્મ “હર હર મહાદેવ”નો જબરદસ્ત વિરોધ, સંભાજીની ચેતવણી બાદ નેતાઓએ સ્ક્રીનિંગ રોકી, જુઓ વીડિયો

આ નેતાએ છત્રપતિ શિવાજી પર બનેલી ફિલ્મ “હર હર મહાદેવ”નું ચાલુ સ્ક્રીનિંગ અટકાવ્યું અને દર્શકને માર્યો માર, વીડિયો થયો વાયરલ

ઘણી ફિલ્મો થિયેટરમાં આવ્યા બાદ ચર્ચાનો વિષય બનતી હોય છે. જેમાં કેટલાક દૃશ્યો અને કેટલાક એવા પાત્રો દર્શાવવામાં આવે છે જે દર્શકોને પસંદ નથી આવતા અને તેનો વિરોધ શરૂ થઇ જાય છે. હાલ એવી જ એક ફિલ્મનો વિરોધ પણ જોરશોરથી ચાલી રહ્યો છે. આ ફિલ્મ છે તાજેતરમાં રિલીઝ થયેલી મરાઠી ફિલ્મ “હર હર મહાદેવ”.

સોમવારના રોજ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા જીતેન્દ્ર વધ અને તેમના સમર્થકોએ દબંગાઈ બતાવી અને થાણેમાં ફિલ્મનું સ્ક્રીનિંગ રોકી દીધુ. આ ફિલ્મ છત્રપતિ શિવાજી પર બનાવવામાં આવી છે. તો આ મામલે પોલીસે ફિલ્મનો શો જબરદસ્તી બંધ કરાવવા અને દર્શકોની સાથે મારઝૂડ કરવાના આરોપમાં એનસીપી વિધાયક અને 100 કાર્યકર્તાઓ વિરુદ્ધ વર્તક નગર પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરી લીધો છે. પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ નથી કરવામાં આવી.

એનસીપી નેતાએ જણાવ્યું કે ફિલ્મની અંદર ઐતિહાસિક ઘટનાઓ બતાવવાનો દાવો કરવામાં આવ્યો છે જે હકીકતમાં ક્યારેય બની જ નથી. તેમને સવાલ પૂછતાં એમ પણ જણાવ્યું કે આવી ફિલ્મો શું કામ બતાવવી જોઈએ ? જીતેન્દ્ર અવધ અને તેમના સમર્થકોએ મુંબઈની પાસે થાણેના એક મલ્ટીપ્લેક્સમાં ફિલ્મ “હર હર મહાદેવ”નું સ્ક્રીનિંગ રોકવાની સાથે એક દર્શક સાથે મારઝૂડ પણ કરી હતી.

દર્શક દ્વારા તેમને અને તેમના સર્મથકોને રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જીતેન્દ્રનો આરોપ છે કે ફિલ્મમાં શિવાજી મહારાજ વિશે ખોટું બતાવવામાં આવ્યું છે. એક દિવસ અગાઉ રાજ્યસભાના ભૂતપૂર્વ સભ્ય અને કોલ્હાપુરના રાજવી પરિવારના વંશજ સંભાજી છત્રપતિએ ચેતવણી આપી હતી કે જો મહાન યોદ્ધા છત્રપતિ શિવાજી મહારાજ પર આધારિત કોઈ પણ ફિલ્મમાં તથ્યોને તોડી મરોડીને રજૂ કરવામાં આવશે તો તેઓ આવી ફિલ્મોનો વિરોધ કરશે અને ફિલ્મને રિલીઝ થતી રોકવા તમામ પ્રયાસો કરશે.

Niraj Patel