આ ભાજપા સાંસદે ટોયલેટમાં એવુ કામ કર્યું કે વીડિયો થઇ ગયો વાયરલ, આ વીડિયો જોઇને ચોંકી જશો

સફાઇને લઇને મિજોરમના મંત્રી બાદ હવે મધ્યપ્રદેશના રીવાથી ભાજપા સાંસદ જનાર્દન મિશ્રા ચર્ચામાં છે. સાંસદ જનાર્દન મિશ્રાએ ક્વોરેન્ટાઇન સેન્ટરમાં હાથોથી ટોયલેટની સફાઇ કરી. ટોયલેટ સાફ કરતા તેમનો વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થઇ રહ્યો છે.

રીવા જિલ્લાના મઉગંજ જનપદમાં કુંજ બિહારી ક્વોરેન્ટાઇન સેન્ટરની મુલાકાત લેવા સાંસદ પહોંચ્યા હતા અને તેમની નજર ત્યાં ગંદા પડેલા ટોયલેટ પર પડી. તે બાદ તેમણે હાથોમાં ગ્લબ્સ પહેરી જાતે જ તેઓ સાફ કરવા લાગ્યા અને પૂરી રીતે સાફ કર્યા બાદ જ તેઓએ દમ લીધો.

જ્યારે સાંસદે અહીં જોયું કે કેન્દ્રનું શૌચાલય ખૂબ જ ગંદું છે, તેને સાફ કરવામાં આવ્યું નથી, ત્યારે તેણે તેને સાફ કરવાનું નક્કી કર્યું.શૌચાલયની સફાઇ અંગે મીડિયાએ સાંસદ જનાર્દન મિશ્રાને પૂછપરછ કરતાં તેમણે મોબાઇલ પર જવાબ આપ્યો

કે કોઈ કામ નાનું કે મોટું નથી, દરેક કોરોના રોગચાળામાં કામ કરે છે તે પછી ડોક્ટર હોય કે સફાઈ કામદાર. શૌચાલય ગંદા હતું તેથી મેં તેને સાફ કર્યું. જેથી લોકો આગળ આવે અને સ્વચ્છતાનું મહત્વ સમજે.

તેમની ખાસ વાત તો એ છે કે, તેમણે ટોયલેટ સાફ કરવા માટે કોઇ બ્રશની પણ રાહ ના જોઇ અને હાથથી જ તેઓ ટોયલેટને સાફ કરવા લાગ્યા. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે, તમે પણ જુઓ વીડિયો…

Shah Jina