નાની પરીને છાતીએ વળગાળી પતિ કરણ સિંહ ગ્રોવર સાથે બિપાશા બસુ પહોંચી ઘરે, હોસ્પિટલથી થઇ ડિસ્ચાર્જ- જુઓ તસવીરો અને વીડિયો

બંગાળી બ્યુટી બિપાશા બસુએ 12 નવેમ્બર 2022ના રોજ દીકરીને જન્મ આપ્યો હતો. નાની પરીનું નામ બિપાશા અને કરણ સિંહ ગ્રોવરે દેવી બસુ ગ્રોવર રાખ્યુ છે. પહેલા બાળકના પેરેન્ટ્સ બન્યા બાદ બિપાશા અને કરણની ખુશીનું ઠેકાણુ જ નથી. લગ્નના 6 વર્ષ બાદ અભિનેત્રીના ઘરે કિલકારીઓ ગુંજી છે. ત્યારે હવે મંગળવાર એટલે કે આજે અભિનેત્રી હોસ્પિટલથી ડિસ્ચાર્જ થઇ તેની નાની પરીને લઇને ઘરે પહોંચી હતી.

દીકરીને ખોળામાં લઇ ઘરે પહોંચેલી બિપાશા બસુની પહેલી તસવીરો સામે આવી છે. તસવીરોમાં જોવા મળઈ રહ્યુ છે કે, બિપાશાએ દીકરી દેવીને ખોળામાં પકડી છે. આ દરમિયાન બિપાશા અને કરણ બંને બ્લેક આઉટફિટમાં જોવા મળી રહ્યા છે. કરણ સિંહ ગ્રોવર લૂઝ ટી-શર્ટ અને પેન્ટમાં શાનદાર લાગતો હતો. જ્યારે બિપાશા લાંબા મેક્સી ડ્રેસમાં આકર્ષક લાગી રહી હતી. બિપાશાએ શેડ્સ અને માસ્ક પહેર્યા હતા.

કપલે પેપરાજી સામે હસતાં હસતાં પોઝ પણ આપ્યા હતા. તસ્વીરોમાં બિપાશા તેની નાની દેવીને લાડ કરતી જોવા મળી હતી. નવી મમ્મી બિપાશા અને તેની લિટલ એન્જલના આ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. બિપાશા અને કરણ શોબિઝ ઈન્ડસ્ટ્રીના સૌથી લોકપ્રિય કપલ્સમાંથી એક છે. અલોન ફિલ્મના સેટ પર પ્રેમ ખીલ્યા બાદ કપલે 30 એપ્રિલ 2016ના રોજ લગ્ન કર્યા હતા.

ઓગસ્ટ 2022 માં બિપાશાએ તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી વખતે તેની પ્રેગ્નેંસીની જાહેરાત કરી હતી. તે બાદ 12 નવેમ્બરે કપલ દેવીના માતા પિતા બન્યા હતા. દીકરીના જન્મ બાદથી ફેન્સ અને સેલેબ્સ કપલને સોશિયલ મીડિયા પર સતત અભિનંદન આપી રહ્યા છે. માતા બન્યા બાદ બિપાશાએ ઈન્સ્ટા પર એક ક્યૂટ પોસ્ટ શેર કરી હતી. નાની બાળકીના પગનો ક્યૂટ ફોટો પોસ્ટ કરતા બિપાશાએ લખ્યું હતું- આશીર્વાદ.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)

આ પોસ્ટમાં બિપાશાએ દીકરીનું નામ પણ જાહેર કર્યું હતું. 43 વર્ષની ઉંમરે માતા બનેલી બિપાશા બાસુ તેની ફિટનેસ અને સુંદરતા માટે પણ જાણીતી છે. બિપાશાની માતૃત્વની ફેશન ટોક ઓફ ધ ટાઉન હતી. હવે ચાહકો ઈચ્છી રહ્યા છે કે બિપાશા જલ્દી જ તેની પુત્રીનો ચહેરો બતાવે.’

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Shah Jina