અનોખા અંદાજથી ચા વેચીને વાયરલ થયેલા ડોલી ચા વાળાને ત્યાં ચા પીવા પહોંચ્યા બિલ ગેટ્સ, વીડિયો વાયરલ

બિલ ગેટ્સ પહોંચ્યા ડોલી ચા વાળાની રેંકડી પર ચા પીવા, કહ્યું, “1 ચા પ્લીઝ…” વીડિયો થયો ખુબ જ વાયરલ, જુઓ

Bill Gates drank Dolly Cha Wala’s tea : આજે જમાનો સોશિયલ મીડિયાનો છે અને આ સોશિયલ મીડિયાના યુગમાં કોણ ક્યારે વાયરલ થઇ જાય તે કોઈ નથી જાણતું. થોડા સમય પહેલા એક એવો જ ચા વાળો વાયરલ થયો હતો. જેનો અનોખો અંદાજ જોઈને સૌ કોઈ હેરાન પણ રહી ગયા હતા. તેની ચા બનાવવાની અનોખી રીતે તેને ફેમસ બનાવી દીધો. આ ચા વાળનું નામ છે ડોલી ચા વાળો. હવે આલમ એ છે કે દુનિયાની સૌથી ધનવાન વ્યક્તિ બિલ ગેટ્સ પણ તેની રેંકડી પર ચા પીવા પહોંચ્યા.

બિલ ગેટ્સ પહોંચ્યા ચાની ટપરી પર :

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ નાગપુરમાં ડોલી ચાયવાલાના સ્ટોલ પર પહોંચે છે અને એક કપ ચા માંગે છે. આ પછી ચા વિક્રેતા ડોલી તેની પરિચિત શૈલીમાં તેમના માટે ચા બનાવતો જોવા મળે છે. તે ચામાં દૂધ અને ચા પણ ખૂબ જ સારી રીતે નાખે છે, જે બિલ ગેટ્સને ખૂબ ગમે છે. અંતે ડોલી ચા વેચનાર ગ્લાસમાંથી ચા કાઢીને ગેટ્સને આપે છે.

ખાસ અંદાજમાં બનાવી ચા :

ડોલી ચાયવાલા તેની ચા બનાવવાની અનોખી શૈલી માટે ખૂબ જ પ્રખ્યાત છે. ઘણા ફૂડ બ્લોગર્સ અને યુટ્યુબર્સ પણ તેના વીડિયો પોસ્ટ કરતા રહે છે. તેના કપડાં અને હેર સ્ટાઇલ પણ અલગ છે. આવી સ્થિતિમાં યુઝર્સ અદ્ભુત કોમેન્ટ કરીને બિલ ગેટ્સના ફોટા અને વીડિયોને લાઈક કરી રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે.

ભારત માટે કહી આ વાત :

વીડિયોમાં ગેટ્સ ચા પીને કહે છે કે, ‘ભારત નવીનતાનું ઘર છે અને તે ફરીથી અહીં આવવા આતુર છે’. યુઝર્સ ઘણી કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે, એકે લખ્યું છે કે 2024માં શું જોવા મળશે. ડોલી ચા વાળાની રોડ કિનારે ચાની દુકાન નાગપુરના સદર વિસ્તારમાં જૂના વીસીએ સ્ટેડિયમ પાસે સ્થિત છે. બિલ ગેટ્સે તેની પાસે પહોંચીને એક ચા આપવા માટે કહ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Niraj Patel