હે રામ ! વધુ એક 77 મીટર લાંબો બ્રિજ ધડામ દઈને નીચે પડ્યો, લીધી જળ સમાધિ, જુઓ વીડિયો

બિહારમાંથી સામે આવી રહી છે એક પછી એક પુલ ધરાશયી થવાની ઘટનાઓ, છેલ્લા 11 દિવસમાં જ 5 પુલ પડી ગયા, જુઓ વીડિયો

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

Bihar Bridge collapse : બિહારમાં છેલ્લા 11 દિવસમાં 5 પુલ ધરાશાયી થયા છે. તાજેતરનો મામલો મધુબનીનો છે. આ વિસ્તારની ભૂત નદી પર નિર્માણાધીન પુલનું બીમ પડી ગયું હતું. અંદાજે 3 કરોડના ખર્ચે બનેલો આ બ્રિજ ચાર વર્ષથી બની રહ્યો છે. બાંધકામ હેઠળના 75 મીટર લાંબા પુલનો કુલ 25 મીટરનો ભાગ ધરાશાયી થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે નદીનું જળસ્તર વધવાને કારણે નિર્માણાધીન પુલનો એક ભાગ પડી ગયો છે. બિહારમાં છેલ્લા ઘણા સમયથી આવા અકસ્માતો સતત થઈ રહ્યા છે.

સરકારો બદલાતી રહી પણ પુલ તૂટી પડવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી રહી. પછી તે JDU-RJD સરકાર હોય કે JDU-BJP સરકાર. 27 જૂને એટલે કે ગઈકાલે જ કિશનગંજ જિલ્લામાં એક પુલ તૂટી પડ્યો હતો. બહાદુરગંજ બ્લોકમાં સ્થિત આ પુલ 70 મીટર લાંબો અને 12 મીટર પહોળો હતો. આ પુલ 2011માં કનકાઈ નદીને મહાનંદા સાથે જોડતી નદીની નાની ઉપનદી મડિયા ઉપર બનાવવામાં આવ્યો હતો. થોડા દિવસો પહેલા 22 જૂને સિવાન જિલ્લામાં એક નાનો પુલ ધરાશાયી થયો હતો.

આ પહેલા 23 જૂને બિહારના પૂર્વ ચંપારણ જિલ્લામાં નિર્માણાધીન એક નાનો પુલ ધરાશાયી થયો હતો. 18મી જૂને અરરિયા જિલ્લામાં લગભગ 180 મીટર લાંબો નવનિર્મિત પુલ તૂટી પડ્યો હતો.  22 માર્ચ, 2024ના રોજ સુપૌલમાં કોસી નદી પર નિર્માણાધીન બકૌર-ભેજા ઘાટ પુલ તૂટી પડ્યો હતો. તેનું નિર્માણ ભારત માલા યોજના હેઠળ થઈ રહ્યું હતું. 1200 કરોડના ખર્ચે બની રહેલો બકૌર-ભેજા ઘાટ પુલ વ્યૂહાત્મક દ્રષ્ટિકોણથી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

Niraj Patel