રિક્ષાવાળાની દીકરી ધોરણ-12માં 5મી સ્ટેટ ટોપર, પિતાએ રિક્ષામાં બેસાડી ફરાવી- CA બનવા માગે છે દીપાલી

એવા ઘણા બાળકો છે જેમણે બિહાર બોર્ડની 12મી પરીક્ષામાં ટોપ કરીને પોતાની સાથે સાથે પરિવારનું પણ નામ રોશન કર્યુ છે, જેઓ અત્યંત ગરીબ પરિવારમાંથી આવે છે. નવાદાની દીપાલી કુમારી પણ આવી જ એક વિદ્યાર્થીની છે, જેણે કોમર્સ સ્ટ્રીમમાં 467 માર્ક્સ મેળવી સમગ્ર રાજ્યમાં પાંચમું સ્થાન મેળવ્યું છે. દીપાલીના પિતા શંકર કુમાર સાવ ઈ-રિક્ષા ચલાવે છે.

દીકરીનું ભણતર ચાલુ રહે તે માટે તે પૈસા બચાવવા દિવસ-રાત મહેનત કરી રહ્યા છે. કોમર્સ સ્ટ્રીમમાં ટોપ કરી દીપાલીએ સમગ્ર રાજ્યમાં ખ્યાતિ મેળવી છે. દીપાલી ભવિષ્યમાં CA બનવા માંગે છે અને પૈસા કમાવા માંગે છે, આ ઉપરાંત તે પરિવારનો બોજ પોતાના માથે ઉઠાવવા માગે છે. દિપાલીની આ સિદ્ધિ પર સમગ્ર પરિવાર ગર્વ અનુભવી રહ્યો છે.

માતા-પિતાની આંખમાં પણ ખુશીના આંસુ છે. પરિવારનું કહેવું છે કે દીકરા-દીકરીમાં ક્યારેય ભેદ ન હોવો જોઈએ. જો તેમણે પુત્ર અને પુત્રી વચ્ચેનો ફરક રાખ્યો હોત તો આજે પુત્રી આ સ્થાન હાંસલ ન કરી શકી હોત. પિતા ઈ-રીક્ષા ચલાવીને પુત્રીનું સ્વપ્ન સાકાર કરવાનો પૂરો પ્રયાસ કરી રહ્યા છે. સમગ્ર પરિવારમાં દિપાલી એકમાત્ર પુત્રી છે.

પરિણામ બાદ સમગ્ર પરિવારે દીપાલીને મીઠાઈ ખવડાવીને અભિનંદન પાઠવ્યા હતા. નવાદાના લાલ કુણાલ કુમારે કોમર્સ સ્ટ્રીમમાં 469 માર્કસ મેળવી રાજ્યમાં ત્રીજું સ્થાન મેળવ્યું છે. અત્યંત ગરીબ ખેડૂત પરિવારમાંથી આવતા પ્રમોદ કુમારના પુત્ર કુણાલ કુમારે સખત મહેનત બાદ આ સફળતા મેળવી છે. કુણાલના પિતા ખેડૂત છે.

Shah Jina