હૃદય કંપવાનારી ઘટના: મકાઈ ડોડો શેકવા દરમિયાન અચાનક લાગી આગ, જીવતા સળગી ગયા અઢીથી પાંચ વર્ષના 6 માસુમ

જુઓ હૃદય કંપવાનારી ઘટના: ‘મકાઈના ડોડા’ શેકતા હતા અને લાગી આગ, જીવતા સળગી ગયા 6 માસુમ બાળકો,પરિવારમાં પ્રસરાવ્યો માતમ

હજુ હોળી વીત્યાને એક દિવસ પૂરો થયો છે ત્યાં બિહારના અરરિયામાં આ સમયે શોકનું વાતાવરણ પ્રસરી ગયું છે. જિલ્લાના પલાસિ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કબૈયા ગામમાં ઘાસના ઘરમાં આગ લાગવાના કારણે 6 બાળકોના બળીને મોત થઇ ગયા હતા.

Image Source

આ ઘટના મંગળવારે સવારે બની હતી. જયારે બાળકો ઘરની અંદર મકાઈના ડોડો શેકી રહ્યા હતા. બાજુમાં જ સૂકું ઘાસ પણ પડેલું હતું. જેમાં તણખો ઉડવાના કારણે આગ લાગી ગઈ અને બાળકો તે ઘરમાં જ રહી ગયા. બાળકોની ચીસો સાંભળીને પરિવાર વાળા ઘટના સ્થળે પહોંચ્યા પરંતુ ત્યાં સુધી ઘણું જ મોડું થઇ ચૂક્યું હતું.

આ આગમાં મોતને ભેટનાર બાળકોની ઉંમર અઢીથી પાંચ વર્ષ જણાવવામાં આવી રહી છે. આ ઘરમાં આગ લાગવાની ઘટના બનતા જ આસપાસના લોકો બચાવવા માટે દોડ્યા પરંતુ બાળકોને બચાવી શકાયા નહીં.

Image Source

આ ઘટનાની ખબર વાયુ વેગે ફેલાવવા લાગી હતી, ઘણા સ્થળે ઘણા લોકો ઘસી આવ્યા અને ઘણા યુવાનો દ્વારા બાળકોને બચાવવાના અથાગ પ્રયત્નો પણ કરવામાં આવ્યા, પરંતુ જ્યાં સુધી તેમને બહાર કાઢવામાં આવ્યા ત્યાં સુધી તો તેમના પ્રાણ ચાલી ગયા હતા.

ઘટનાની સૂચના મળતા જ સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ. ફાયર બ્રિગેડને પણ સૂચના આપી દેવામાં આવી. પોલીસ બાળકોના શબને ઘાસના ઘરમાંથી બહાર કાઢી અને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે.

Image Source

આ દુઃખદ દુર્ઘટનાની અનાદર 6 માસુમ બાળકો હોમાઈ જવાની ઘટનાએ આખા ગામની અંદર શોક પ્રસરાવી દીધી છે. આસપાસના લોકો બાળકોના પરિવારજનોને સાંત્વના આપવા માટ લાગ્યા છે.

Niraj Patel