ઊંચા અને સીધા પહાડ ઉપરથી સડસડાટ સાઇકલ લઈને નીચે ઉતર્યો આ વ્યક્તિ, વીડિયો જોઈને તમારો જીવ પણ તાળવે ચોંટી જશે, જુઓ

સોશિયલ મીડિયાની અંદર ઘણીવાર એવા એવા વીડિયો આવતા હોય છે જે હૃદયના ધબકારા પણ વધારી દેતા હોય છે, ઘણા વીડિયોની અંદર ઘણા લોકો એવા એવા સ્ટન્ટ કરતા હોય છે જેને જોઈને આપણા જીવ પણ તાળવે ચોંટી જાય. ઘણા લોકો આવા સ્ટન્ટ બતાવવા જતા દુર્ઘટનાનો શિકાર પણ બનતા હોય છે તો કોઈ મોતને પણ ભેટતા હોય છે.

પરંતુ ઘણા અનુભવી લોકો તાલીમ અને પોતાની કાબિલિયતથી આવા સ્ટન્ટને સફળ પણ બનાવતા હોય છે અને તેમના વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ જતા હોય છે. હાલ પણ એક એવો જ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે જેમાં એક વ્યક્તિ ઊંચા અને સીધા પહાડ ઉપરથી સડસડાટ સાઇકલ લઈને નીચે ઉતરી રહ્યો છે.

આ વીડિયો જોવા માટે તમારી પાસે ખુબ જ હિંમત હોવી જોઈશે. કારણ કે વીડિયો જોયા બાદ મોટાભાગના લોકો ચીસો પાડી રહ્યા છે. આ ખતરનાક વીડિયો જોઈને એવું લાગે છે કે જો થોડી પણ ભૂલ થઈ ગઈ હોત તો વ્યક્તિનો જીવ પણ જતો રહેતો. વીડિયો શેર કરતી વખતે યુઝરે નેટીઝન્સને પ્રશ્ન પૂછ્યો છે કે, ‘શું તમારામાં એટલી હિંમત છે?’ આ વીડિયો ઉટાહના મોઆબની એક પહાડીનો જણાવવામાં આવી રહ્યો છે.

વીડિયોમાં એક ઉંચી ટેકરી દેખાઈ રહી છે. તમે જોઈ શકો છો કે ટેકરીની બાજુમાં એક સાયકલ સવાર ખૂબ જ ચોંકાવનારું દૃશ્ય બતાવે છે. તે તેની સાઇકલને ટેકરીના ઢોળાવ પરથી નીચે ઉતારવાનો પ્રયાસ કરે છે. વીડિયો જોઈને લાગશે કે વ્યક્તિ પોતાની સાઈકલ લઈને સીધો નીચે પડી જશે. જો કે, આવું કંઈ થતું નથી અને વ્યક્તિ ખૂબ જ આરામથી સાઇકલ ચલાવીને નીચે આવી જાય છે.

 

View this post on Instagram

 

A post shared by EARTH FOCUS (@earthfocus)

આ હેરાની ભરેલા વીડિયોને અર્થફોકસ નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. વીડિયો કિલિયન બ્રોન દ્વારા મોઆબ, ઉટાહમાં શૂટ કરવામાં આવ્યો હતો. આ વિડિયો એટલો જબરદસ્ત છે કે તેના શેર થયા બાદથી સોશિયલ મીડિયાની દુનિયામાં ખળભળાટ મચી ગયો છે. વીડિયો જોયા બાદ મોટાભાગના યુઝર્સ કંપી ઉઠ્યા છે. એક યુઝરે કમેન્ટ કરી કે ‘આ જોઈને મારી હાલત ટાઇટ થઈ ગઈ છે.’

Niraj Patel