ભાવનગરમાં LRD જવાને ગળો ફાંસો ખાઇ કર્યો આપઘાત, પોલીસબેડામાં ફરી વળ્યું શોકનું મોજું

ગુજરાત શહેરમાંથી ઘણીવાર આપઘાતના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર એવું બનતુ હોય છે કે કોઇ પ્રેમમાં નાસીપાસ થઇ જવાને કારણે આપઘાત કરી લેતુ હોય છે તો ઘણીવાર કોઇ આર્થિક તંગીને કારણે અને ઘણીવાર માનસિક ત્રાસને કારણે કોઇ આપઘાત કરી લેતુ હોય છે. પરંતુ હાલ ગુજરાતના ભાવનગરમાંથી જે કિસ્સો સામે આવ્યો છે તેમાં એક LRD જવાને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. હાલ તો તેણે આપઘાત કેમ કર્યો તેનુ કોઇ કારણ પોલિસને જાણવા મળ્યુ નથી.

ભાવનગર શહેર પોલીસમાં LRD જવાન તરીકે ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે પોલીસ હેડક્વાર્ટરમાં જ આત્મહત્યા કરી છે. LRD જવાને કયા કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો તેની હાલ કોઇ જાણ થઇ નથી. ઘટનાની જાણ થતાં પોલિસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી.

ઘટનાની વિગત તપાસીએ તો, પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા LRD જવાન કે જેમનું નામ પ્રદીપસિંહ ભાવુભા પઢિયાર છે તેઓએ આજે વહેલી સવારે જિલ્લા પોલીસ હેડક્વાર્ટરમાં આવેલા વિશ્રાંતિ ભવન સામે કવાર્ટરની અગાસીમાં કેબલ વાયર ગ્રિલ સાથે બાંધી ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ ઘટનાની જાણ સી-ડિવિઝન પોલીસને થતાં જ DYSP સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. આ બનાવને લઈને પોલીસબેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. હાલ તો આ મામલે પોલિસ તપાસ કરી રહી છે.

Shah Jina