ગુજરાતમાં આ જગ્યાએ નીરજ નામ વાળા લોકોને આપવામાં આવી રહ્યું છે 501 રૂપિયાનું પેટ્રોલ મફત, આ દરિયાદીલને સલામ

શનિવારના દિવસે ટોકિયો ઓલંપિકની અંદર નીરજ ચોપડાએ તિરંગો લહેરાવી દીધો. ભાલા ફેંકની સ્પર્ધામાં દેશને પહેલું ગોલ્ડ મેડલ નીરજે આપાવ્યું જેના બાદ આખો દેશ ઉત્સવ મનાવી રહ્યો છે. નીરજને ઇનામોની લ્હાણી લાગી ગઈ છે. તો ઘણા લોકો એવું અવનવું કરી રહ્યા છે જેના કારણે નીરજને સન્માન મળે.

આવું જ એક હાલ ગુજરાતમાં પણ જોવા મળ્યું. જ્યાં એક પેટ્રોલપંપ માલિકે ખુબ જ શાનદાર જાહેરાત કરી. આ પેટ્રોલ પંપના માલિકે જાહેરાત કરી છે કે પેટ્રોલ પંપ ઉપર નીરજ નામ વાળાને રૂપિયા 501નું પેટ્રોલ મફત આપવામાં આવશે. આ સાથે એક શરત પણ રાખવામાં આવી છે કે પેટ્રોલ પંપ ઉપર નીરજ નામ વાળાએ તેનું આઈડી પ્રુફ પણ બતાવવું પડશે.

સોશિયલ મીડિયામાં પેટ્રોલ પંપ ઉપર મારવામાં આવેલા બોર્ડની તસવીરો ખુબ જ વાયરલ થઇ રહી. જેના બાદ જાણવા મળ્યું હતું કે આ પેટ્રોલ પંપ ભરૂચ જિલ્લાના નેત્રંગમાં આવેલો છે. જ્યાં પેટ્રોલ પંપ માલિકે નીરજ ચોપડાના સન્માનમાં આ ખુબ જ સુંદર કામ કર્યું છે.

નેત્રંગના એસ.પી પેટ્રોલ પંપના માલિકે આ જાહેરાત ગઈકાલે કરી હતી જેમાં રવિવારથી લઈને સોમવાર સાંજે 5 વાગ્યા સુધી નીરજ નામના વ્યક્તિને આઈડી પ્રુફ લઈને આવવા ઉપર રૂપિયા 501નું પેટ્રોલ મફતમાં આપવામાં આવશે.

નેત્રંગના આ પેટ્રોલ પંપ ઉપર નીરજ નામના લોકો પેટ્રોલ ભરાવા માટે જઈ રહ્યા છે અને પેટ્રોલ પંપના કર્મચારીઓ તેમને ફૂલ આપીને સન્માન પણ કરી રહ્યા છે. નીરજ ચોપડાએ દેશને સૌથી મોટું સન્માન આપાવ્યું છે ત્યારે દેશભરમાં નીરજ ઉપર પ્રેમ વરસી રહ્યો છે.

Niraj Patel