ભારતીના ‘ગોલા’નું નવું ફોટોશૂટ શું તમે મિસ તો નથી કરી દીધુ ને ? નાનકડા ગોલા પાસે હુક્કો જોઇ યુઝર્સે સંભળાવી ખરી-ખોટી

રાજકુમાર ગોલા પાસે હુક્કો કેમ મુક્યો? તસવીરો જોઈને ભારતીના ફેન્સ ભડક્યા

પ્રખ્યાત કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિમ્બાચીયાનું ઘર આ વર્ષે કિલકારીથી ગુંજી ઉઠ્યું. ભારતીએ લક્ષ લિમ્બાચીયા નામના એક સુંદર પુત્રને લગ્નના ચાર વર્ષ પછી 3 એપ્રિલના રોજ જન્મ આપ્યો હતો. કપલ તેમના રાજકુમારને પ્રેમથી ગોલા કહીને બોલાવે છે. લાંબા સમય સુધી પુત્રના ચહેરાને લોકોથી છુપાવ્યા બાદ હવે કપલે ચાહકોને પુત્રનો ચહેરો બતાવી દીધો છે. આ સાથે હવે ભારતી અને હર્ષ સમયાંતરે પોતાના પુત્રની તસવીરો ફેન્સ સાથે શેર કરતા રહે છે. ત્યારે તાજેતરમાં જ ભારતીએ તેના પુત્રની એક તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

ભારતી પોતાના પુત્રના અલગ-અલગ લુક અને સ્ટાઈલમાં ફેન્સ સાથે ફોટા શેર કરતી રહે છે. હાલમાં શેર કરવામાં આવેલી લક્ષની નવી તસવીરમાં તે એક અલગ સ્ટાઈલમાં જોવા મળી રહ્યો છે. ભારતી સિંહનો પુત્ર લક્ષ સફેદ કપડામાં લપેટાયેલો જોવા મળી રહ્યો છે. તેણે શેખ જેવો લુક કેરી કર્યો છે. પરંતુ આ તસવીરમાં એક વાતે સૌનું ધ્યાન ખેંચ્યું. આ ફોટામાં લક્ષની બાજુમાં હુક્કો જોવા મળી રહ્યો છે. લક્ષના આ ફોટાને દર વખતની જેમ ચાહકોનો પ્રેમ મળી રહ્યો છે, પરંતુ આ વખતે ફોટોમાં હુક્કો જોતા કેટલાક યુઝર્સ ભારતીને ખરી-ખોટી સંભળાવી રહ્યા છે.

એક યુઝરે કહ્યું- ‘બાળક ખૂબ જ ક્યૂટ લાગે છે, પરંતુ હુક્કો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક છે, તે બિલકુલ સારું નથી.’ આ સાથે જ એક યુઝરે લખ્યું કે ‘બાકી બધુ જ બરાબર છે, પણ આ હુક્કો કઈ ખુશીમાં રાખ્યો છે ભાઈ.’ આ સિવાય બીજા ઘણા લોકો પણ આ હુક્કો જોઈને સવાલ કરતા જોવા મળ્યા હતા. જો કે તસવીરમાં દેખાતો હુક્કો નકલી છે, તેમ છતાં ચાહકોને તે વધુ પસંદ આવ્યો ન હતો.

આ પહેલા ભારતીએ હેરી પોટર લુકમાં તેના પુત્રનું ફોટોશૂટ કરાવ્યું હતું, જેને તેના ચાહકોએ ખૂબ પસંદ કર્યું હતું. જો કે, આ વખતે ભારતીની સ્ટાઈલ ચાહકોને સારી ન લાગી. ઉલ્લેખનીય છે કે, ભારતી સિંહ-હર્ષ લિમ્બાચીયાના લગ્ન ડિસેમ્બર 2017માં થયા હતા. ભારતીએ લગ્નના ચાર વર્ષ પછી 2021માં તેની પ્રેગ્નેંસીની જાહેરાત કરી હતી. તે બાદ કપલે 3 એપ્રિલના રોજ પ્રથમ બાળકનું સ્વાગત કર્યું.

Shah Jina