આ તે કેવી મા ? પોતાના બાળકો પાસે ભીંખ મંગાવીને 45 દિવસમાં જ ભેગા કરી લીધા 2.5 લાખ, પતિ માટે ખરીદી બાઈક અને પછી….

ભાઈ સાહેબ… 45 દિવસ માંગી ભીખ અને કમાઈ લીધા 2.5 લાખ, કરોડપતિ ભિખારીની હરકત જાણીને હેરાન રહી જશો

Beggar Makes 2 5 Lakh In 45 Days : સોશિયલ મીડિયા અને સમાચારમાં ઘણીવાર એવી એવી ઘટનાઓ સામે આવતી હોય છે જે સાંભળીને આપણા પણ હોશ ઉડી જતા હોય છે. ઘણીવાર ઘણા ભિખારીઓ પાસે લાખો કરોડોની સંપત્તિ હોવાનું પણ સામે આવે છે. તમે પણ જયારે રસ્તા પર નીકળશો અને કોઈ ગરીબ નાનું બાળક તમારી આગળ હાથ લંબાવશે તો તમારું પણ હૃદય પીગળી જશે અને તમે 5, 10 કે 50 રૂપિયાની મદદ તેને કરતા જ હશો. પરંતુ હાલ એક ખબરે સૌના હોશ ઉડાવી દીધા છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે)

લાખો પતિ છે મહિલા :

મધ્યપ્રદેશના ઈન્દોરમાં એક લાખોપતિ ભિખારીની વાત સામે આવી છે. મહિલાએ 45 દિવસમાં ભીખ માંગીને 2.5 લાખ રૂપિયા કમાઈ લીધા છે. પૂછપરછ દરમિયાન મહિલાએ જણાવ્યું કે તેની પાસે જમીનનો ટુકડો, બે માળનું મકાન, એક મોટરસાઇકલ અને 20,000 રૂપિયાનો સ્માર્ટફોન છે. તેણે તેની 8 વર્ષની પુત્રી અને ત્રણ સગીર બાળકોને પણ ભીખ માંગવા માટે મજબૂર કર્યા છે.

બાળકો પાસે ભીખ માંગી 2.5 લાખ ભેગા કર્યા :

મીડિયા રિપોર્ટ અનુસાર, એક NGOની પ્રેસિડેન્ટ રૂપાલી જૈને ઈન્દ્રને ભીખ માંગતી વખતે રંગેહાથ ઝડપી. જ્યારે તે પકડાઈ ત્યારે ઈન્દ્રએ તેની સાથે  ખરાબ વર્તન પણ  કર્યું. રૂપાલીએ કહ્યું, “અમે ઈન્દ્ર બાઈને ઈન્દોર-ઉજ્જૈન રોડના લવ-કુશ ઈન્ટરસેક્શન પર ભીખ માંગતી પકડી. તેની પાસેથી 19,200 રૂપિયાની રોકડ મળી આવી હતી. “છેલ્લા 45 દિવસમાં, તેણે ભીખ માંગીને 2.5 લાખ રૂપિયા કમાયા છે, જેમાંથી તેણે 1 લાખ રૂપિયા તેના સાસરિયાઓને મોકલ્યા છે.”

બાળકીને NGOમાં મોકલી :

ઈન્દ્રાબાઈ વિરુદ્ધ ભીખ માંગવા અને તેના બાળકોને આ અપરાધ કરવા માટે દબાણ કરવાનો કેસ નોંધવામાં આવ્યો છે. અને 12મી ફેબ્રુઆરીને સોમવારે તેને રિમાન્ડ પર જેલમાં મોકલી આપવામાં આવી હતી. ઈન્દ્રાની દીકરીને એક NGOની દેખરેખમાં મોકલવામાં આવી છે. પૂછપરછ દરમિયાન ઈન્દ્રએ જણાવ્યું કે અમે ભૂખે મરવાને બદલે ભીખ માંગવાનું પસંદ કર્યું. આ ચોરી કરતાં સારું છે.  રૂપાલી જૈને જણાવ્યું કે ઇન્દ્રના પરિવાર પાસે રાજસ્થાનમાં જમીન અને બે માળનું મકાન છે.

 પતિ માટે ખરીદી બાઈક :

તેમને એમ પણ જણાવ્યું કે તેના પતિએ ઈન્દ્રના નામે એક મોટરસાઈકલ ખરીદી છે. ભીખ માંગ્યા બાદ તે અને તેનો પતિ આ મોટરસાઇકલ પર શહેરમાં ફરે છે. બાણગંગા પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર ઈશ્વરચંદ રાઠોડે જણાવ્યું કે ઈન્દ્રાબાઈની સીઆરપીસીની કલમ 151 હેઠળ ધરપકડ કરવામાં આવી છે. તેને એસીપી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને ત્યાંથી તેને ન્યાયિક કસ્ટડી હેઠળ જેલમાં મોકલી દેવામાં આવી હતી.

Niraj Patel