હેન્ડસમ નહિ તો કંઇ વાંધો નહિ, કેવો પણ છોકરો ચાલશે, મોટા પેટવાળો પણ…પણ આ ખૂબસુરત અને બોલ્ડ હસીનાએ રાખી એવી શરત કે…

ખૂબસુરત છોકરીને જોઇએ મોટાપેટ વાળો પાર્ટનર, બસ માનવી પડશે આ શરત, 99% થઇ જશે ફેલ !

Girl wants Fat husband: જ્યારે તમે કોઈ છોકરીને પૂછો કે તેને કેવો છોકરો જોઈએ છે, તો તે તેની ઈચ્છાઓનું એટલું લાંબુ લિસ્ટ તમારી સામે મૂકશે કે તેને પૂરી કરવી મુશ્કેલ થઈ જશે. સામાન્ય રીતે છોકરીઓ પોતાના માટે હેન્ડસમ, સ્માર્ટ, ડેશિંગ, જિમ ફ્રીક, ફિટનેસ લવર્સ છોકરાઓનું સપનું જુએ છે.

પણ એક છોકરી કે જેના સોશિયલ મીડિયા પર લાખો ચાહકો છે, પરંતુ તેને ડેશિંગ લુક ધરાવતો છોકરો નહીં પણ મોટું પેટ ધરાવતો પતિ જોઈએ છે. આ વાંચીને ચોક્કસથી તમે ચોંકી જશો, પણ આ હકિકત છે. એ અલગ વાત છે કે આ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર દ્વારા લગ્નને લઈને જે શરત મુકવામાં આવી છે તેને પૂરી કરવી દરેક વ્યક્તિની ક્ષમતામાં નથી.

કઝાકિસ્તાનના અલ્માટીની મદિના (Madina Mamadalieva)ને પુરુષોની આકૃતિઓમાં રસ નથી. તેને એક એવા પતિની જરૂર છે જેને તેની ભવ્ય જીવનશૈલી પરવડી શકે. તેના માટે ડિઝાઇનર કપડાં, ફેન્સી વેકેશન અને મોંઘા ભોજન પાછળ પૈસા ખર્ચી શકે.

24 વર્ષની મદીનાને આશા છે કે તેનો પાર્ટનર દર મહિને 40 હજાર પાઉન્ડ (એટલે ​​​​કે રૂ. 41,42,993.50) કમાવવો જોઇએ. તેણે એ સ્પષ્ટ કર્યું છે કે તે એવી વ્યક્તિ સાથે રહેવા માંગતી નથી જે ગેરકાયદેસર રીતે કમાણી કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Madina Mamadalieva (@_m_a_d_l_e_n)

તેને બસ શાંતિપૂર્ણ ઊંઘ અને ભવ્ય જીવનશૈલીની જરૂર છે. મદીનાની એવી પણ શરત છે કે તેનો પાર્ટનર ઈન્સ્ટાગ્રામ પર ન હોવો જોઈએ. જ્યારે તે પોતે ઈન્સ્ટા પર છે અને લાખો લોકો તેને ફોલો કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Madina Mamadalieva (@_m_a_d_l_e_n)

Shah Jina