“પહેલા હું બે વાર કરતી હતી સેવિંગ, પરંતુ હવે દાઢીમાં વધારે સુંદર દેખાઉં છું !” જુઓ દાઢી મૂંછ વાળી આ છોકરીએ શું કહ્યું ?

ઇન્ટરનેટ ઉપર ઘણી મહિલાઓની કહાનીઓ વાયરલ થતી હોય છે. છેલ્લા થોડા સમયમાં દાઢી અને મૂંછો આવતી કેટલીય મહિલાઓ અને યુવતીઓની કહાની વાયરલ થઇ છે, જેમાં દાઢી અને મૂંછો પ્રત્યેનો તેમનો લગાવ જોઈ શકાય છે. ત્યારે હાલ એવી જ એક યુવતીની તસવીરો અને તેની કહાની સોશિયલ મીડિયામાં સામે આવી છે. આ તસવીરોમાં યુવતીને દાઢી અને મૂંછ જોઈ શકાય છે સાથે જ તે તેમાં સુંદર દેખાતી હોવાનું પણ જણાવી રહી છે.

જ્યારે આ યુવતી 13 વર્ષની હતી ત્યારે તેના ચહેરા પર વાળ આવવા લાગ્યા હતા. ઘણી ટ્રીટમેન્ટ બાદ પણ તેની દાઢીના વાળ વધતા બંધ ન થયા. હવે તે 30 વર્ષની છે અને તે હવે દાઢી રાખીને જીવતા શીખી ગઈ છે. યુવતીનું કહેવું છે કે તે દાઢીવાળા લુકમાં જ ખુશ છે અને આમાં તે હોટ લાગી રહી છે.

30 વર્ષીય ડાકોટા કૂકે નક્કી કર્યું છે કે તે હવે તેની દાઢી સાથે ગર્વથી જીવન જીવશે. અમેરિકાના લાસ વેગાસમાં રહેતી ડાકોટા એક સમયે પોતાના ચહેરા પર વધતા અસામાન્ય વાળથી છુટકારો મેળવવા માટે દિવસમાં બે વાર શેવ કરતી હતી. પરંતુ હવે તે દાઢી સાથે રહેવાનું પસંદ કરે છે. દાઢીથી છુટકારો મેળવવા તેણે વર્ષો સુધી વેક્સિંગ અને શેવિંગ કરાવ્યું, પરંતુ હવે તે કહે છે કે હું મારી દાઢીને પ્રેમ કરતા શીખી ગઈ છું.

ડાકોટા કુકે 13 વર્ષની ઉંમરે પ્રથમ વખત તેના ચહેરા પર વાળનો અસામાન્ય વિકાસ જોયો હતો. આને રોકવા માટે તેણે વેક્સિંગ, શેવિંગ અને બીજી ઘણી રીતો અપનાવી પરંતુ કોઈ ફાયદો થયો નહીં. હવે તેના ચહેરા પર પુરુષોની જેમ જાડી કાળી દાઢી છે અને તે સેવિંગ પણ નથી કરતી. ‘ધ સન’ના જણાવ્યા અનુસાર, ઘણા પરીક્ષણો પછી પણ તે સ્પષ્ટ નથી થઈ શક્યું કે ડાકોટાના ચહેરા પર વાળ કેમ ઉગ્યા છે. પરંતુ ડોક્ટરોનું માનવું છે કે ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ વધવાને કારણે આવું બન્યું હશે.

ડાકોટા કહે છે કે તેના ચહેરા પર વધતી દાઢીના કારણે તેને ભેદભાવનો ભોગ બનવું પડ્યું હતું. લોકો તેને ટ્રોલ કરતા હતા. નોકરી પર જવા માટે તે દિવસમાં બે વાર દાઢી કરાવતી હતી. દર અઠવાડિયે વેક્સ કરાવતી. પરંતુ થોડા વર્ષોમાં તે આ બધાથી કંટાળી ગઈ અને એક મિત્રને પૂછીને તેણે દાઢી રાખવાનું નક્કી કર્યું.


ડાકોટાએ 2015થી દાઢી કરી નથી અને તેની સાથે સામાન્ય જીવન જીવે છે. હવે તે પોતાનો પરિચય ‘ડાકોટા બીર્ડેડ વુમન’ તરીકે આપે છે. તેના લૂકના કારણે ડાકોટા સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ લોકપ્રિય છે. સોશિયલ મીડિયામાં પણ તેની તસવીરોને લોકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવે છે અને ઘણા લોકો તેને દાઢી સાથે જીવવાના ઉત્સાહમાં વધારો પણ કરતા જોવા મળે છે.

Niraj Patel