પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનો વધુ એક ચમત્કારિક પરચો…લંડનથી આવેલી મહિલા કઈ બોલે એ પહેલા જ જણાવી દીધી તેના મનની વાત.. જાણો સમગ્ર મામલો

સાત સમુદ્ર પારથી આ મહિલા બાગેશ્વર ધામમાં એવી ઈચ્છા લઈને આવી કે પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ પળમાં પારખી લીધી.. મહિલા પણ રહી ગઈ હેરાન

છેલ્લા ઘણા સમયથી છત્તરપુરના બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી સતત ચર્ચામાં રહે છે. તેમને ઘણા પરચા આપ્યા છે જેને દેશભરમાં ચર્ચાનો માહોલ પણ ગરમ કર્યો છે. તે બોલ્યા વગર જ વ્યક્તિના મનની વાત એક ચિઠ્ઠીમાં લખીને જણાવી દેતા હોય છે. હાલ આવું જ એક લંડનથી આવેલી મહિલા સાથે પણ થયું જેને ફરીવાર ચર્ચા જગાવી છે.

છેલ્લા કેટલાક દિવસોથી બાગેશ્વર ધામ સતત ચર્ચામાં છે. અહીં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવાના સંકલ્પ સાથે મહાયજ્ઞનું આયોજન કરી રહ્યા છે. આ કાર્યક્રમમાં દેશભરમાંથી સંતો અને કથાકારો બાગેશ્વર ધામ પધારી રહ્યા છે. બાગેશ્વર ધામમાં 7 દિવસ સુધી યજ્ઞ ચાલી રહ્યો છે.

ન્યુઝ 18ના એક રિપોર્ટ અનુસાર, શુક્રવારના રોજ એક મહિલા લંડનથી આવીને પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના બાગેશ્વર ધામમાં અરજી લગાવવા માટે આવી હતી, અને પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ આ મહિલાના મનની વાત એક ચિઠ્ઠીમાં લખીને જણાવી દીધી. તેમણે ના ફક્ત આ મહિલાના મનની વાત જ ના જણાવી. પરંતુ તેની ઈચ્છા પણ પૂર્ણ કરી.

મહિલા લંડનથી આવી હતી અને તેની ઈચ્છા હતી કે ધીરેન્દ્ર શાસ્ત્રીને તે પોતાના ભાઈ બનાવે. ત્યારે આ મહિલાની ઈચ્છાને ધીરેન્દ્ર શાસ્ત્રીએ એક ચબરખીમાં લખીને બતાવતા જ તે હેરાન રહી ગઈ હતી. પહેલા તો મહિલાને પણ વિશ્વાસ ના થયો અને તેને દરેક વાતને લઈને માઈકમાં હા કહ્યું. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ બાદમાં મહિલાની અરજી સ્વીકારી અને તેના હાથે રાખડી પણ બંધાવી હતી.

Niraj Patel