પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના ચમત્કારથી પ્રભાવિત થયેલ પરિવાર પહોંચ્યો બાગેશ્વર ધામ..10 વર્ષની દીકરીનું થયું મોત, બાબાએ ભભૂતિ આપીને રવાના કર્યા…

બાગેશ્વર ધામ આવ્યું ફરી ચર્ચામાં, એક મહિલાના મોત બાદ હવે 10 વર્ષની બાળકીએ પણ ગુમાવ્યો જીવ, જાણો સમગ્ર મામલો..

છેલ્લા ઘણા સમયથી બાગેશ્વર ધામ સતત ચર્ચામાં રહે છે. ત્યાંના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી કોઈના પણ મનની વાત કહી શકવાનો દાવો કરતા જોવા મળે છે. ત્યારે હાલ આ બાગેશ્વર ધામ ફરીવાર ચર્ચામાં આવ્યું છે. ધીરેન્દ્ર શાસ્ત્રીના આશ્રમમાં એક મહિલાનું પહેલા મોત થયું હતું અને હવે 10 વર્ષની બાળકીનું મોત થયું છે.

દૈનિક ભાસ્કરમાં પ્રકાશિત અહેવાલ મુજબ, રાજસ્થાનના બાડમેરથી તેના પરિવારના સભ્યો સાથે છતરપુરના બાગેશ્વર ધામમાં આવેલી 10 વર્ષની બાળકીના મોતનો મામલો સામે આવ્યો છે. એવી માહિતી પણ સામે આવી રહી છે કે બાળકી એપિલેપ્સીથી પીડિત હતી અને તેના સંબંધીઓના જણાવ્યા અનુસાર ધીરેન્દ્ર શાસ્ત્રીએ બાળકીને ભભૂતિ આપી, પરંતુ તેમ છતાં તેનો જીવ બચાવી શકાયો નહોતો. સંબંધીઓનું કહેવું છે કે બાબાજી એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રીએ અમને તેને લઈ જવા કહ્યું હતું.

મીડિયા રિપોર્ટ અનુસાર 17 ફેબ્રુઆરીએ 10 વર્ષની બાળકી વિષ્ણુ કુમારી પિતા બુધરામ, માતા ધમ્મુ દેવી અને મામી ગુડ્ડી સાથે બાડમેરથી બાગેશ્વર ધામ આવી હતી. સંબંધીઓએ જણાવ્યું કે તેને વાઈના હુમલા આવતા હતા. જ્યારે અમે અહીં ચમત્કાર વિશે સાંભળ્યું, અમે અમારી પુત્રી સાથે અહીં આવ્યા. અહીં આવીને બાળકીએ જીવ ગુમાવ્યો હતો.

સંબંધીઓનું કહેવું છે કે શનિવારે બાળકી આખી રાત જાગી રહી હતી. તેને વાઈના હુમલા પણ હતા. રવિવારે બપોરે તેણે આંખો બંધ કરી ત્યારે અમને લાગ્યું કે તે સૂઈ ગઈ છે, પરંતુ તેના શરીરમાં કોઈ હલચલ જણાતી નથી. અમને શંકા જતાં તેને જિલ્લા હોસ્પિટલમાં લઈ આવ્યા, અહીં આવતાં જ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી.

છોકરીની મામી ગુડ્ડી કહે છે કે અમે દોઢ વર્ષથી બાગેશ્વર ધામમાં આવીએ છીએ. આ વખતે 17 ફેબ્રુઆરી શનિવારથી, જ્યારે છોકરી વધુ મુશ્કેલીમાં હતી, ત્યારે તેને બાબાજી પાસે લાવવામાં આવી હતી. બાબાએ ભભૂતિ આપી, પણ તે બચી નહીં, કહેવામાં આવ્યું કે બાળક શાંત થઈ ગયું છે, તેને લઈ જાઓ.

બાળકીના નિધન બાદ પરિજનો મૃતદેહને હોસ્પિટલથી એમ્બ્યુલન્સ સુધી લઈ જવા માટે સ્ટ્રેચર પણ ન મળ્યું. સરકારી એમ્બ્યુલન્સ પણ ઉપલબ્ધ ન હતી. બાળકીના મામાએ તેના મૃતદેહને ખોળામાં ઉઠાવ્યો અને તેને ખાનગી એમ્બ્યુલન્સમાં લઈ ગયા. તેણે 11,500 રૂપિયા આપીને ખાનગી એમ્બ્યુલન્સ ભાડે લીધી અને તેમાંથી મૃતદેહને બાડમેર લઈ જવાયો હતો.

Niraj Patel