વીડિયો વાયરલ થયા બાદ ફેમસ થઇ જનાર ‘બાબા કા ઢાબા’નું નવુ રેસ્ટોરન્ટ આ કારણે થયુ બંધ, ફરી જૂના કામ પર આવ્યા

જીવન કયારે કયાં લઇ જાય તેની કોઇને ખબર હોતી નથી. છેલ્લા વર્ષે ‘બાબા કા ઢાબા’ ઘણુ ફેમસ થઇ ગયુ હતુ. દક્ષિણ દિલ્લીના માલવીય નગર વિસ્તારમાં ઢાબુ ચલાવનાર કાંતા પ્રસાદ અને તેમની પત્ની બદામી દેવીની કિસ્મત ચમકી ગઇ હતી. જયારે તેમના પર બનેલ એક વીડિયો વાયરલ થયો હતો. ટ્વીટર પર તેઓ સતત ટ્રેંડ કરી રહ્યા હતા. લોકો બાદમાં તેમના રેસ્ટોરન્ટમાં પણ જવા લાગ્યા હતા. બાબા ફેમસ થઇ ગયા હતા. પરંતુ હવે ખબર આવી રહી છે કે ફરીથી બધુ બંધ થઇ ગયુ છે. બાબાનું રેસ્ટોરન્ટ બંધ થઇ ગયુ છે.

તમને જણાવી દઇએ કે, ગયા વર્ષે યૂટયૂબર ગૌરવ વાસને એક વીડિયો શેર કર્યો હતો. જેમાં ‘બાબા કા ઢાબા’ના માલિક કાંતા પ્રસાદ અને તેમની પત્ની બદામી દેવી હતી. આ બાદ તેમની કિસ્મત પલટાઇ ગઇ હતી. આ ઉપરાંત મોટી સંખ્યામાં લોકો તેમની મદદ માટે સામે આવ્યા હતા. આર્થિક મદદ મળ્યા બાદ કાંતા પ્રસાદે ઢાબુ બંધ કરી દિલ્લીના માલવીય નગરમાં એક રેસ્ટોરન્ટ ખોલ્યુ હતુ. નવા રેસ્ટોરન્ટમાં બાબાએ એક કુક અને એક વેટર રાખ્યો હતો. સુરક્ષાને લઇને સીસીટીવી પણ લગાવ્યા હતા.

હિંદુસ્તાન ટાઇમ્સના રીપોર્ટ અનુસાર, ‘બાબા કા ઢાબા’ના માલિક કાંતા પ્રસાદનું નવુ રેસ્ટોરન્ટ ફેબ્રુઆરીમાં નુકશાન સાથે બંધ થયુ. રેસ્ટોરન્ટ ખોલવા માટે તેમણે લગભગ 5 લાખનો ખર્ચ કર્યો હતો. રોસ્ટોરન્ટનો માસિક ખર્ચ 1 લાખ હતો, 35 હજાર તેમને ભાડા તરીકે આપવા પડતા હતા. 36 હજાર રૂપિયામાં ત્રણ કર્મચારી તેમજ 15000 રાશન, વીજળી અને પાણી માટે જતા હતા. જો કે, મહિનાની આવક 40 હજાર રૂપિયાથી વધુ ન થઇ, એવામાં નુકશાન થઇ રહ્યુ હતુ અને તેમણે કહ્યુ કે, મને લાગે છે કે મને રેસ્ટોરન્ટ ખોલવાની ખોટી સલાહ આપવામાં આવી હતી.

Shah Jina