GF બનવાના પૈસા લે છે આ છોકરી, 2 મહિનામાં મળી 3 લાખ રૂપિયા ગિફ્ટ, પોતાની શરતો પર આપે છે પ્રેમ

 

જીવનમાં જો કોઈ વ્યક્તિને સાચો અને પ્રેમાળ તેમજ સહાયક જીવનસાથી મળી જાય તો જીવન ખૂબ જ સરળ બની જાય છે. જો કે આજના સમયમાં છોકરા-છોકરીઓ જલ્દી કોઈને બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ બનાવવાનું પસંદ નથી કરતા. ત્યારે એક છોકરીએ લોકોની આ સમસ્યાને સરળ બનાવી દીધી.

ઓસ્ટ્રેલિયાની રૂબી ભાડા પર ગર્લફ્રેન્ડ બને છે અને બદલામાં છોકરાઓ તેને ગિફ્ટ આપે છે. માત્ર 2 મહિનામાં તેને 3 લાખ રૂપિયાની ગિફ્ટ મળી છે. રૂબી ચોક્કસ શરતો સાથે બદલામાં પ્રેમ આપે છે. ડેઇલી સ્ટાર ન્યૂઝ વેબસાઇટના અહેવાલ મુજબ, રૂબી જેડ પોતાને એક પ્રોફેશનલ ગર્લફ્રેન્ડ કહે છે. બ્રિસ્બેનની રહેવાસી રૂબી ભાડાની ગર્લફ્રેન્ડ છે, એટલે કે તે ગર્લફ્રેન્ડ બનવા માટે પૈસા લે છે.

તે છોકરાઓ સાથે પાર્ટીઓમાં જાય છે, ટ્રિપ પર જાય છે, તેમજ ખાસ મોકા પર સામેલ પણ થાય છે. ઘણી વખત છોકરાઓ તેને ડિનર માટે બહાર લઈ જાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે તેણે એક વખત ફક્ત ડિનર પર જવા માટે 1.4 લાખ રૂપિયા ચાર્જ કર્યા હતા. ગયા વર્ષે તેને એક ક્લાયન્ટ સિંગાપોર લઈ ગયો હતો.

એકવાર એક ક્લાયન્ટે તેને પ્લેસ્ટેશન 5 ગિફ્ટમાં આપ્યું હતુ. તેનો એક ક્લાયન્ટ ચીની છે, તેથી તે રૂબીને ચીની ભાષા શીખવવા માંગે છે. આ માટે, તે પોતે તેના કોચિંગ ક્લાસની ફી, દર અઠવાડિયે 5000 રૂપિયા ચૂકવી રહ્યો છે. લોકો તેને ફ્લાઇટના ફર્સ્ટ ક્લાસમાં પોતાની સાથે લઈ જાય છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં એટલે કે 2 મહિનામાં તેને કુલ 3 લાખ રૂપિયાની ગિફ્ટ મળી હતી.

ઘણા લોકોએ એવું અનુમાન લગાવ્યુ કે રૂબીએ પૈસાના બદલામાં ખોટા કામ કરવા પડતા હશે, જો કે તેણે સ્પષ્ટતા કરી કે તે ક્યારેય કસ્ટમર સાથે શારીરિક સંબંધ બાંધતી નથી. વધુમાં વધુ તે તેનો હાથ પકડી રાખે છે અથવા ઓછા કપડાં પહેરીને તેની સામે દેખાય છે, પણ તેનાથી વધુ કંઈ નહીં.

 

View this post on Instagram

 

A post shared by ABBIE CHATFIELD (@abbiechatfield)

Previous Article

ક્રિકેટર શુભમન ગિલ સાથે ડેટિંગની ચર્ચા વચ્ચે અવનીત કૌરે શેર કરી કિલર તસવીરો, પુલ ફોટોઝ જોઇ ચાહકો થયા બેકાબૂ

Next Article

અમેરિકામાં ભારતિયા મૂળની કળયુગની માં પુત્રને ફરવા લઇ ગઈ ડિઝનીલેન્ડ, પછી હોટલમાં જ પુત્રનું ગળું કાપી ક્રૂરતાથી કરી હત્યા; જુઓ તસવીરો

error: Protected Content!