જો તમારે ભારતની બહાર બીજા કોઈ દેશમાં જવું હોય તો પાસપોર્ટ અને વિઝા જરૂરી છે, પરંતુ શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે દેશની અંદર જ ટ્રેનમાં મુસાફરી કરવા માટે બીજા દેશના પાસપોર્ટ અને વિઝાની જરૂર પડે છે? હા, ભારતમાં એક એવું સ્ટેશન છે જ્યાં જવા માટે તમારે તમારા દેશની નહીં, પરંતુ પાડોશી દેશ પાકિસ્તાનના વિઝા અને પાસપોર્ટની જરૂર છે. આના વિના તમે યાત્રા પૂર્ણ કરી શકતા નથી અને આમ ન કરવું ત્યાં ગેરકાયદે માનવામાં આવે છે. જો તમે પાસપોર્ટ કે વિઝા વગર અહીં પકડાઈ જાઓ છો તો તમે સીધા જેલમાં જઈ શકો છો. આવો જાણીએ તે સ્ટેશન વિશે.
અમે જે રેલવે સ્ટેશન વિશે વાત કરી રહ્યા છીએ તે દેશનું એકમાત્ર સ્ટેશન છે જ્યાં ભારતીય નાગરિકો માટે પાકિસ્તાની વિઝા રાખવો ફરજિયાત છે. પાકિસ્તાનની સરહદ નજીક આવેલ અટારી ભારતમાં એક એવું રેલવે સ્ટેશન છે, જ્યાં જવા માટે ભારતીય નાગરિકોને વિઝાની જરૂર પડે છે. આ રેલવે સ્ટેશનનું પૂરું નામ અટારી શ્યામ સિંહ છે.
વિઝા વગર પકડાય તો કેસ નોંધી શકાય છે
આ રેલવે સ્ટેશન પંજાબના અમૃતસર જિલ્લામાં આવેલું છે. જો આ સ્ટેશન પર વિઝા વગર પકડાય તો તમારી સામે કેસ નોંધવામાં આવી શકે છે. એકવાર કેસ નોંધાયા પછી જામીન પણ ભાગ્યે જ મળે છે. આ સ્ટેશનથી સમજૌતા એક્સપ્રેસને ફ્લેગ ઓફ કરવામાં આવી છે. આ સ્ટેશન છે તોભારતના પંજાબમાં પરંતુ પાકિસ્તાની વિઝા વગર કોઈ ભારતીય અહીં જઈ શકતો નથીં.
સુરક્ષા પણ ખાસ છે
ભારત-પાકિસ્તાન બોર્ડર પર સ્થિત અટારી રેલવે સ્ટેશન હંમેશા સુરક્ષા દળોની નજર હેઠળ રહે છે. ગુપ્તચર એજન્સી પણ 24 કલાક સુરક્ષા કેમેરા સાથે અહીં નજર રાખી રહી છે. એટલું જ નહીં, આ રેલવે સ્ટેશન પરથી રેલવે ટિકિટ ખરીદનારા તમામ મુસાફરોના પાસપોર્ટ નંબર લખવામાં આવે છે અને ત્યાર બાદ તેમને મુસાફરી માટે કન્ફર્મ સીટ મળે છે.
કુલીને આવવાની મંજૂરી નથી
સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ સ્ટેશન પર કુલીને રહેવાની મંજૂરી નથી. અહીં તમારે તમારો સામાન એકલા જ ઉઠાવવો પડશે, પરંતુ આ સિવાય તમને અહીં તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવશે. ઉપરાંત, તમે અહીં લગાવેલા LED ટીવી પર દેશભક્તિના ગીતો, મૂવીઝ સાંભળવા અને જોવા મળશે.