ખબર ફિલ્મી દુનિયા

દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારના ભાઈ અસલમ ખાનનું કોરોનાને લીધે થયું નિધન, ચાહકો શોકમાં ડૂબ્યા- વાંચો સમગ્ર અહેવાલ ક્લિક કરીને

કોરોના વાયરસની મોટી અસર દુનિયાભરમાં પડી છે ત્યારે બોલીવુડમાંથી પણ આ સમયગાળા દરમિયાન ઘણી જ અશુભ ખબરો પણ આવી છે, હાલમાં જ મળતી ખબર પ્રમાણે દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારના ભાઈ અસલમ ખાનનું 88 વર્ષની ઉંમરે નિધન થયું છે. તે કોરોના વાયરસથી સંક્રમિત હતા. તેમને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. તેમના નિધનના સમાચારથી પરિવારમાં શોકનો માહોલ છે.

Image Source

અસલમ ખાન દિલીપ કુમારના નાના ભાઈ હતા. આજે સવારે જ તેમને મુંબઈમાં છેલ્લા શ્વાસ લીધા. હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે તેમને મધુમેહ, ઉચ્ચ રક્તચાપ અને ઇસ્કેમિક હૃદયની બીમારી હતી. તેમનો કોરોના વાયરસ ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.

Image Source

થોડા દિવસ પહેલા દિલીપ કુમારના બંને ભાઈઓ અહેસાન ખાન અને અસલમ ખાનને શ્વાસ લેવામાં તકલીફ થયા બાદ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. જ્યાં બંનેનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. અહેસાન ખાન હજુ પણ લીલાવતી હોસ્પિટલમાં ભરતી છે. તેમની સ્થિતિ ગંભીર બનેલી છે.

હોસ્પિટલના ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે અહેસાન ખાનની હાલત વધુ સારી નથી અને તે વધારે હરકત પણ નથી કરી રહ્યા. તેમના શરીરમાં પહેલાથી જ ઓક્સિજનની કમી છે માટે તેમને કોરોના થઇ ગયા બાદ શ્વાસ લેવામાં વધારે તક્લીફ થઇ રહી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.